Abtak Media Google News

ડાયમંડ વર્કર યુનિયને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું

હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે અને આજે એક લાખથી વધુ રત્ન કલાકારો બેકાર છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું  ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રણમલભાઈ જીલરીયાની આગેવાનીમાં આજે સંસ્થા દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

જેમાં જણાવ્યું છે કે હીરા ઉદ્યોગમાં આજે એક લાખથી વધુ રત્ન કલાકારો બેરોજગાર છે નોટબંધી, જીએસટી અને ડોલરની સામે રૂપિયાના ધોવાણને પગલે હીરા ઉધોગમાં દિવાળી વેકેશન બાદ ૩૦ ટકા  કારખાના ચાલુ થયા નથી તેમજ ચાલુ થયેલા કારખાનામાં પણ પગાર ઘટાડ્યો છે.

એવા સમ્મ્યે માલિકો દ્વારા વેકેશન જાહેર કર્વામાવ્યું છે જેથી રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે જેથી માલિકો દ્વારા જે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તે તાત્કાલિક પાછું ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આગામી તા. ૧૫ સુધીમાં વેકેશન પરત નહિ ખેંચાય to તા. ૧૬ થી કલેકટર કચેરીએ ધરણા સહિતના વિરોધના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.