મોરબી: સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલીંગ

આડેધડ વાહન પાર્કિંગ કરનાર પર કાર્યવાહી

મોરબી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, એએસપી અતુલ બંસલ,એ ડીવીઝન પીઆઇ મયુર પંડ્યા ,એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા સહિતની ટિમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

જેમાં મોરબી પોલીસ દ્વારા ખાટકી વાસ,મચ્છીપીઠ, મકરાણી વાસ,રવાપર રોડ,શાક માર્કેટ,અયોઘ્યા પુરી મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રોડ પર આડેધડ વાહન પાર્ક કરતા લોકો સામે કાર્યવાહી પણ કરવામા આવી છે અને કોઈ કારણ વગર જ્યાં ત્યાં અડીંગો જમાવીને બેસતા આવરા તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોરબી પોલીસની ટીમે આ ફૂટ પેટ્રોલીંગ દરમ્યાન ગેરકાયદે લારી ગલ્લાઓ ના લીધે રોડ સાંકડા થઈ ગયા છે જેનો નિકાલ કરવા,ટ્રાફીક નિયમોના ભંગ કરતા દુકાન ધારકો સામે કાર્યવાહી કરતા અને આડેધડ વાહન પાર્કિંગ કરતાં વિસથી વધુ ઈસમો સામે કાર્યવાહી કરવામા આવી હતી.