Abtak Media Google News

ચાલો ઉજવીએ વિશ્વ IVF દિવસ

IVF નિ:સંતાન દંપતી માટે આશીર્વાદ સમાન  

Whatsapp Image 2023 07 25 At 1.55.08 Pm

એક સ્ત્રી માટે માતા બનવું એ જીવનની સૌથી મોટી સિદ્ધિની સાથે સાથે દુનિયાનું સૌથી મોટું સુખ છે. એવું કહેવાય છે કે જ્યાં સુધી એક સ્ત્રી માતા નથી બની શકતી ત્યાં સુધી તે સંપૂર્ણ સ્ત્રી નથી બનતું. અને ખરેખર માતા બનવું , ગર્ભમાં એક જીવનું જતન કરવું અને એક બાળકને જન્મ આપવો એ અદ્ભુત અનુભવ છે. પરંતુ એવી પણ ઘણી કમનશીબ સ્ત્રીઓ છે જેને માતૃત્વનું સુખ મળવું મુશ્કેલ છે અથવા તો નસીબમાં જ નથી લખ્યું હોતું એવું પણ હોય છે.

મેડીકલ સાઈન્સ દિવસે ને દિવસે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે તેવા સમયે આશરે ૨૦૦ વાર્ષ પહેલા સ્ત્રીને વૈજ્ઞાનિક રીતે માતા બનવાના પરસો શરુ થયી ગયા હતા પરંતુ સફળતા મેળવામાં ઘણો સમય નીકળી ગયી. અને અંતે ૧૯૭૮ની ૨૫મી જુલાઈએ દુનિયામાં પહેલા ટેસ્ટ ટ્યુબ બળકે જન્મ લીધો હતો. ૧૦ નવેમ્બર ૧૯૭૭થી લેસ્લી બ્રાઉનનામની મહિલા ડોકટરે પૈટ્રિક અને રોબર્ટ એડવર્ડસની મદદથી IVF પ્રક્રિયા શરુ કરી હતી જેનું ફળ તેમને મળ્યું.

આ સિદ્ધિ મળ્યા બાદ ૨૫ જુલાઈને વિશ્વ IVF દિવસ તરીકે ઉજવવામાં આવે છે. IVF ટેકનોલોજી અનેક એવા દંપતીઓને માતા પિતા બનવાનું સુખ આપ્યું છે. અને આ ટેકનોલોજી વિષે લોકો વધુ જાણે અને જાગૃત બને એ માટે જ ૨૫ જુલાઈએ વિશ્વ IVF દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન એટલે કે IVF, હવેના ઝડપી  જમાનામાં અનેક લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી માતા પિતા બનવાનું સુખ પ્રાપ્ત કર્યું છે. વાંજીયા પણાનું મેણું હવે ભૂતકાળ બની ગયું છે. આ ટેકનોલોજીને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે પણ ઓળખવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.