Abtak Media Google News

ઉઘોગપતિ પરિવારના ત્રણ વર્ષના માસુમ પુત્રનું ફઇની પુત્રીએ ગળુ દાબી મોતને ઘાટ ઉતાર્યો: રમતા રમતા બાળકો વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ

મોરબીના સામાકાંઠા વિસ્તારના ઋષભ નગરના વેકેશનના અંતિમ દિવસે મામા ફઇના બાળકો વચ્ચે રમતા રમતા થયેલા ઝઘડાના કારણે ત્રણ વર્ષના માસુમ બાળકનું પંદર વર્ષની તરુણીએ ગળુ દાબી મોતને ધાટ ઉતાર્યાનું પોલીસમાં નોંધાયું છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઋષભ નગરના શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા અને સામાકાંઠા વિસ્તારમાં  કેર એન્ટ કેરી નામની સીરામીક પેઢી ધરાવતા પટેલ પરિવારના ત્રણ વર્ષના પુત્ર નિત્ય ડઢાણીયા પોતાના ફલેટમાંથી બેભાન હાલતમાં મળી આવતા પોલીસમાં જાણ કરતા મૃતદેહને  પોષ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ત્રણ વર્ષના પુત્ર નિત્ય ટઢાણીયાને ગળુ દબાવી હત્યા કરાયાનું પ્રાથમીક તપાસમાં જણાતા પોલીસે મોતનું ચોકકસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે અહી મેડીકલ કોલેજમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ગઇકાલે બપોરે મૃતક નિત્ય અને ફઇની પુત્રી પ્રાંજલ ફલેટમાં બેડરુમમાં રમતા હોવાથી પોલીસે પંદર વર્ષની પ્રાંજલની પુછપરછ કરતા તેણીએ રમતા હતા તે દરમિયાન નિત્ય સાથે ઝઘડો થતાં ગળુ દબાવી હત્યા કર્યાનું સનસનીખેજ કબુલાત આપતા પોલીસ અને મૃતકના પરિવારજો ચોકી ઉઠયા હતા.

પ્રાંજલના માતા-પિતા સુરત રહેતા હોય અને તેણી છેલ્લા એકાદ વર્ષથી મોરબી મામાના ઘરે રહી અભ્યાસ કરે છે. વેકેશન હોવાથી

તેણીના માતા-પિતા પણ સુરતથી મોરબી આવ્યા હતા. ગઇ કાલે વેકેશનનો છેલ્લો દિવસ હોવાથી બાળકો બેડરુમમાં રમતા હતા અને પરિવારજનો પોતાના કામમાં વ્યસ્ત હતા તે દરમિયાન જ પ્રાંજલ અને નિત્ય વચ્ચે થયેલો ઝડઘો નિત્યના મોતનું નિમીત બન્યું હતું.

ગઇકાલે પરિવારજનો કામમાં વ્યસ્ત હોય તે દરમિયાન મૃતક નિત્ય અને તેની બહેન માસુમ અને પિતરાઇ બહેન પ્રાંજલ સાથે રમી રહ્યા હતા. દરમિયાન પ્રાંજલ અને નિત્ય વચ્ચે કોઇ કારણસર ઝઘડો થતા પ્રાંજલે બહેન માસુમને બહાર તગડી નિત્યને ગળુ દબાવી મોતને ધાટ ઉતાર્યાનું પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.

મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ સોઢા સહીતના સ્ટાફે ધટના સમયે માત્ર પ્રાંજલ જ નિત્ય સાથે હાજર હોવાથી તે દિશામાં તપાસ કરતા ગણતરીની કલાકોમાં જ મોતની ધટનાને ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.