Abtak Media Google News
પ્રાંત અધિકારીએ ખાણો પર દરોડા પાડયા ત્યારે ખનીજ માફીયાઓએ ખાણમાં ભડાકા કર્યા

 

Advertisement

થાન પંથકના રૂપાવટી ગામ ભલુડા વિસ્તારની અંદર કોલસાની ખાણોમાં પર તંત્ર દ્વારા દરોડા પાડતા  100થી વધુ ગેરકાયદે ખાણ મળી આવી છે. દરોડા દરમિયાન ખનીજ માફીયાએ ભડાકા કર્યા હતા.

ગેરકાયદે ખનીજ ખનન માટે પંકાયેલા થાન તાલુકામાં ખાણ માફિયાઓની વધી રહેલી હિંમતનો તંત્રને વધુ એક પુરાવો મંગળવારે મળ્યો હતો. ચોટીલાના પ્રાંત અધિકારી, થાનના મામલતદાર અને પોલીસ ટીમે રૂપાવટી ગામ અને ભલુડા વિસ્તારમાં વહેલી સવારે કોલસાની ગેરકાયદે ખાણો પર દરોડો પાડ્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન જ પ્રાંત અધિકારીની હાજરીમાં જ ગેરકાયદે ખાણમાં ખોદકામ માટે ભડાકા કરાયા હતો. ટીમને દરોડા દરમિયાન 100થી વધુ ગેરકાયદે ખાણ મળી આવી હતી.

વહેલી સવારે ચોટીલાના પ્રાંત અધિકારી પી. એચ. ગળતર, થાનના મામલતદાર અર્જુનસિંહ, પીઆઈ આઇ.બી. વલવી અને સ્ટાફે રૂપાવટી ગામ, ભલુડા વિસ્તારમાં કોલસાની ખાણોમાં રેડ કરી હતી. દરમિયાન અનેક મજૂરોમાં નાસભાગ મચી હતી. અનેક વાહનો બહાર કાઢી લેવાયાં હતાં. એક જગ્યાએ ઢગલો કરી દેવાયો. 100થી પણ વધારે ગેરકાયદે ખાણ ખોદાયેલી જોવા મળી હતી. અમુક અધિકારીના આંખ સામે ખુલ્લેઆમ કરોડો રૂપિયાની ખનીજચોરી થઈ રહી છે. આ અધિકારીઓ કોણ છે? તેની તપાસ થવી જરૂરી છે.

વિભાગના જ કેટલાક લોકો ખનીજ માફિયાઓને દરોડાની બાતમી આપે છે. રૂપાવટી અને થાનના ભલુડા વિસ્તારમાં રેડ પડાઈ ત્યારે અડધી કલાકમાં જ ખનન માફિયા આજુબાજુ પહોંચી ગયા હતા અને પ્રાંત અધિકારીની હાજરીમાં જે વિસ્તારમાં રેડ કરાઈ હતી એ વિસ્તારની આજુબાજુ અનેક જગ્યાએ ગેરકાયદે ભડાકા થયા હતા. પ્રાંત અધિકારીએ જણાવ્યું કે આપણે હાજર છીએ ત્યારે કોઈ લોકો આજુબાજુના વિસ્તારમાં ભડાકા કરી રહ્યા છે. મંગળવારે લાખો રૂપિયાની ચોરી પકડાઈ હોવાની વાત છે ત્યારે પ્રાંત અધિકારીએ ખનીજ ખાતાના અધિકારી અને તલાટીને રૂબરૂ બોલાવ્યા હત

થાન વિસ્તારમાં જીલ્લા કલેકટરની સુચનાથી કોલસા ની ખનિજ ચોરી ઉપર તંત્રનાં દરોડા દરમિયાન ધમધમી ઉઠેલી કોલસાની ખાણો ઉપર ખનિજ વિભાગ.મામલતદાર તેમજ પોલીસનાં દરોડા થી ખનિજ માફીયાઓમા ફફડાટ મચી ગયો છે.

થાન અને મુળી વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ખનિજ કોલસો ધરબાયેલો હોવાથી ખનિજ ચોરી કરવામાં માટે ખનિજ ચોરો બેરોકટોક ખનિજ ચોરી કરી સરકારી તિજોરી ને મોટાં પ્રમાણમાં નુકસાની કરી રહ્યા ની બુમરાણ ઉઠતા તંત્ર દ્વારા દરોડો પાડી કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.