Abtak Media Google News

ગ્લોબલ ઈન્ડિયન સ્કુલનું સુંદર આયોજન: હેલ્ધી બેબી, યંગ આર્ટીસ્ટ, ડાન્સ-સીંગીંગ જેવા કાર્યક્રમો યોજાયા

ગ્લોબલ ઈન્ડીયન સ્કુલ દ્વારા બે દિવસીય કિડ્ઝ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાર સેકશનમાં હેલ્ધી બેબી, કિડ્ઝ ફેસ્ટીવલ, યંગ આર્ટીસ્ટ, ડાન્સ અને સીગીંગ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કિડ્ઝ ફેસ્ટીવલમાં રાજકોટના ૧ થી ૧૦ વર્ષના ૧૨૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.

Vlcsnap 2019 03 02 12H59M29S17

ગ્લોબલ ઈન્ડીયન સ્કુલ દ્વારા બે દિવસીય કિડ્ઝ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કુલ ચાર ઈવેન્ટ રજુ કરવામાં આવી હતી. બાળકો એ ઈશ્ર્વરનો અવતાર છે. આપણે બાળકોને ભજવા, પ્રેમ કરવા અને એમની સાથે પળો માણવાની હોય છે. આ કાર્યક્રમમાં હેલ્ધી બેબી, કિડ્ઝ ફેસ્ટીવલ, યંગ આર્ટીસ્ટ સીંગીંગ અને ડાન્સીંગ જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. બાળકોમાં રહેલી સ્કીલ ડેવલોપ થાય એના માટે આ સ્કુલની સ્થાપના કરવામાં આવી છે.

Vlcsnap 2019 03 02 12H57M54S94આ સ્કુલ એ સ્કુલીંગ વિથ સ્કીલ છે. આ સ્કુલીંગ વિથ સ્કિલ અંતર્ગત બાળકોની સ્કીલ બહાર લાવવામાં આવશે. આ કિડઝ ફેસ્ટીવલમાં રાજકોટના ૧૨૦૦થી ૧૫૦૦ બાળકોએ ભાગ લીધો હતો. આ સ્કુલ ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બન્ને પ્રમોટ કરી પરંતુ બાળકોને સ્કીલ શીખવવામાં આવશે તેથી બાળક ૧૨ ધોરણ પુરુ કરે ત્યારે જેક ઓફ ચાઈલ્ડ થઈને નીકળે એવો અમારો મુખ્ય હેતુ છે.

Vlcsnap 2019 03 02 12H59M45S180

બી.બી.પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતા દામાણી વીરે જણાવ્યું હતું કે મેં કિડ્ઝ ફેસ્ટીવલમાં પેઈન્ટીંગ અને ડાયલોગમાં ભાગ લીધો હતો. મેં ફલાવરનું ચિત્ર દોર્યું હતું. નિર્મલા સ્કૂલમાં ૪ ધોરણમાં અભ્યાસ કરતી વર્ષી ભટ્ટીએ જણાવ્યું કે જો કિડ્ઝ ફેસ્ટીવલમાં સીંગીંગ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. જેમાં મેં “મેરા નામ ચીન ચીન સોંગ ગાયું હતું. મને આ ગીત પરીમલ ઘેલાણીએ શીખડાવ્યું હતું.

Vlcsnap 2019 03 02 12H58M45S92Vlcsnap 2019 03 02 13H00M59S152

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.