Abtak Media Google News

2253 મતદાન મથકો ઉપર બુથ લેવલ ઓફિસરોની ઉ5સ્થિતિમાં મતદારયાદીમાં નવા નામની નોંધણી સુધારા-વધારા અને આધાર કાર્ડ લીંક માટેની કામગીરી હાથ ધરાઇ

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. 01/10/2022ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.12-08-2022 થી તા. 11-09-2022 સુધી જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ગઈકાલ તા.21 ઓગસ્ટને રવિવારના રોજ કુલ 2253 મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરોની ઉપસ્થિતિમાં મતદાર યાદીમાં નવા નામની નોંધણી, સુધારા-વધારા અને આધાર કાર્ડ લીંક માટે ખાસ ઝુંબેશ યોજાઈ હતી.

Matdar Yaadi Sudharna 2

આ ઝુંબેશ હેઠળ રાજકોટ શહેરના ત્રણ ઝોન અને રાજકોટ ગ્રામ્ય ઉપરાંત જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી તાલુકા ખાતે મતદારો દ્વારા કુલ 9650 જેટલી અરજી કરવામાં આવી હતી. આ ખાસ ઝુંબેશ હેઠળ 21 ઓગસ્ટની સ્થિતિએ ફોર્મ નં.6, ફોર્મ નં.6(ખ) ફોર્મ નં. 7 અને ફોર્મ નં. 8ની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ગઈકાલ રવિવારના રોજ ખાસ ઝુંબેશના દિવસે ફોર્મ નં. 6માં 3608, ફોર્મ નં. 6 (ખ)માં 2853, ફોર્મ નં. 7માં 773 અને ફોર્મ નં. 8માં કુલ 2416 અરજીઓ સ્વીકારવામાં આવી હતી.

વધુમાં ફિઝીકલ મળેલ ફોર્મ પૈકી ઓનલાઈન એન્ટ્રી કરેલાં ફોર્મની સંખ્યા ફોર્મ નં. 6માં 1972, ફોર્મ નં. 6 (ખ)માં 1951, ફોર્મ નં. 7માં 425 અને ફોર્મ નં. 8માં 939 સમાવિષ્ટ છે. આમ કુલ 9650 જેટલાં વિવિધ શ્રેણીનાં ફોર્મ ભરાયા હતા. જેનો મતદારો તરફથી પણ ખુબ સારો મળ્યો હતો તેમ અધિક જિલ્લા ચુંટણી અધિકારી એસ.જે.ખાચરે જણાવ્યું હતું.

Matdar Yaadi Sudharna 1

આ સમગ્ર ઝુંબેશ સફળ રહે તે માટે કલેકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી સંદીપ વર્મા,  ઈ.આર.ઓ (ઈલેક્ટ્રોલર રજિસ્ટ્રેશન ઓફિસર) એ.ઈ.આર.ઓ (બાસિસ્ટન્ટ ઈલેકટ્રોલર રજિસ્ટ્રેશન ઓફિસર) વિવિધ મતદાન મથકે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.