Abtak Media Google News

રેસકાર્સ લાફીંગ કલબના રરમાં સ્થાપના દિનની ઉજવણી: ડિરેકટરીનું વિમોચન

બે દાયકા કરતાં પણ વધુ સમયથી  કાર્યરત રેસકોર્સ લાફીંગ કલબના રરમાં સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મેમ્બર્સ ડિરેકટરીનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉ૫સ્થિત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સીનીયર સીટીઝનોમાં યુવાનો કરતાં પણ વધુ સ્ફુતિ જોવા મળે છે તેવો મત વ્યકત કર્યો હતો.

રાજકોટ શહેરના પ્રબુઘ્ધ અને વરિષ્ઠ નાગરીકોએ આજથી રર વર્ષ પહેલા આ લાફીંગ કલબની સ્થાપના કરી હતી. ત્યારથી શરુ કરીને આજના દિવસ સુધી એક પણ રજા પાળ્યા વગર આ કલબના સભ્યો સવારે ૬ વાગ્યે રેસકોર્સમાં ભેગા થાય છે અને લાફીંગ થેરાપીનો અનુભવ કરે છે. સવારના આ એક કલાકની આ પ્રવૃતિને કારણે તેઓ આખો દિવસ સ્કૂર્તિ અનુભવે છે.

રેસકોર્સ રીંગ રોડ પર આવેલા પ્રોજેકટ લાઇફ બિલ્ડીંગમાં યોજાયેલા આ સમારોહમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રાવત ઉપરાંત પ્રવીણભાઇ સોની અને અનુપમભાઇ દોશી મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૭પ વર્ષની વય પસાર કરી ચૂકેલા સાત વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૭મી પરિચય પુસ્તિકાનું પોલીસ કમિશ્નરના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે સીનીયર સીટીઝનો આવી પ્રવૃતિ કરે છે જે ઘણી ખુશીની બાબત છે. સીનીયર સીટીઝનોમાં તો યુવાનોને શરમાવે તેવી સ્કુર્તિ જોવા મળે છે. આ કાર્યક્રમમાં પ્રોજેકટ લાઇફ વતી દિનેશભાઇ ગોસાઇ દ્વારા રેસકોર્સ લાફીંગ કલબના જયંતિભાઇ માંડલીયા, ગોપાલભાઇ મહેતા અને લલીતભાઇ ઠાકરનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીનેશભાઇએ લાઇફ સંસ્થાની વિવિધ પ્રવૃતિઓ વિશે માહીતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. બાનુબેન ધકાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.