Abtak Media Google News

Screenshot 1 13 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલથી 4 નવેમ્બર સુધી વાહકજન્ય રોગ માટે ટ્રાન્સમીશન સિઝનને અનુલક્ષીને વન-ડે-થ્રી-વોર્ડ ઝુંબેશના ભાગરૂપે શહેરના તમામ 18 વોર્ડમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરીની ઝુંબેશ ચલાવવામાં આવનાર છે.

તમામ વોર્ડમાં માઉન્ડેશન મશીન દ્રારા ફોગીંગ કરાશે

આ અંગે  મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે,હાલમાં વાહકજન્ય રોગ માટે ટ્રાન્સમિશન સિઝન છે તેમજ તાપમાન અને ભેજવાળા અનુકુળ વાતાવરણને કારણે મચ્છરોનો ઉ5દ્રવ રહે છે. આવા વાતાવરણમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોના કેસો વઘુ નોંઘાય છે. વાહકજન્ય રોગોનું વઘુ ટ્રાન્સમિશન થતુ અટકાવવા દરેક સ્તરે સતત કામગીરી કરવામાં આવે તે હેતુસર વાહકજન્ય રોગ અટકાયતી માટે વન-ડે-થ્રી-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત ફોગીંગ કામગીરીનું ઝુંબેશ હાથ ધરાશે.

તમામ 18 વોર્ડમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી હાથ ઘરવામાં આવશે. આ કામગીરી દરમ્યાન વોર્ડના સંવેદનશીલ વિસ્તારો તથા સોસાયટીઓને ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે.

આ ઝુંબેશ દરમ્યાન વોર્ડની તમામ સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.