Abtak Media Google News

 

333

જ્યારે બાળક જન્મે છે ત્યારે પહેલી વખત તેને માતાનું દૂધ પીવડાવામાં આવે છે  કારણકે માતાનું દૂધ બાળક માટે સૌથી શ્રેષ્ઠ માનવમાં આવે છે .  ઘણી માતાઓ એવી  હોય છે જે પોતાના બાળકને  સ્તનપાન કરાવી શક્તી નથી તેને લીધે બાળક કુપોષણનો શિકાર થતાં હોય છે. સ્તનપાન કરતાં બાળકો અને સ્તનપાન  ન કરતાં બાળકોના સ્વાસ્થ્યમાં ઘણો તફાવત  જોવા મળે છે. માત્ર બાળકોના જ નહીં પરંતુ સ્તનપાનના ફાયદા માતાના સ્વાસ્થ્યને પણ થાય છે .

સ્તનપાન અંગે જાગૃતિ આવે તે માટે વિશ્વ સ્તનપાન સપ્તાહ દર વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ દરમિયાન ઉજવવામાં આવે છે. અઠવાડિયા સુધી ચાલતી આ ઝુંબેશમાં  નવજાત શિશુના વિકાસ માટે સ્તનપાનના  મહત્વ અંગે  જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝર મુજબ વધુ બાળકોના મૃત્યુ  કુપોષણના લીધે થાય છે. સ્તનપાનએ બાળકના સ્વાસ્થયના વિકાસ માટે જરૂરી છે. 6 મહિના સુધી સ્તનપાન શિશુ અને માતા બંન્ને ફાયદો કરે છે .

12

માતાએ જન્મના એક કલાકની અંદર સ્તનપાન શરૂ કરવું જોઈએ.

માતાએ પ્રથમ 6 મહિના સુધી બાળકને ફક્ત અને ફક્ત સ્તનપાન જ કરાવવું જોઈએ.

બાળકને 6 મહિના બાદ ખોરાક ખવડાવાની  શરૂઆત કરવી જોઈએ અને 2 વર્ષ કે તેથી વધુ ઉંમર સુધી સ્તનપાન કરાવવું જોઈએ.

સ્તનપાનથી માતા અને બાળક બંનેને  લાંબા ગાળાના સ્વાસ્થ્ય સંબંધિત લાભો થાય છે. સ્તનપાન બાળકના વિકાસ માટે જરૂરી તમામ પોષણ આપવાની કુદરતી રીત છે. માતાના દૂધમાં પોષક તત્વો અને  એન્ટિબોડીઝનો સમાવેશ થાય છે જે બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે અને તેમને ચેપ અને બીમારીઓથી બચાવે છે. સ્તનપાનથી બાળકના શ્વસન ચેપ, જઠરની સમસ્યાઓ અને  ડાયાબિટીસ જેવા ક્રોનિકલ રોગોના જોખમને ઘટાડે છે. સ્તનપાન માતાને સ્તન કેન્સરથી બચાવે છે .

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.