Abtak Media Google News
  • સૌરાષ્ટ્રના પાટનગરમાં જેહાદી પ્રવૃતિ જોખમી બની

  • છેલ્લા ત્રણ દસકાથી જવેલર્સને કરોડોનો ચુનો ચોપડનારાઓના લેખા-જોખા કોણ રાખે?

  • અબજોનું ટર્ન અવર ધરાવતા સોની બજાર પર જેહાદીઓનો ડોળો: અલકાયદાની પ્રવૃત્તિના સ્લીપર સેલ અને ફંડીગ મેળવવાના ભેદી કૃત્ય જોખમી

  • ગુંદાવાડી, પેલેસ રોડ, રામનાથપરા, ભગવતીપરા, પ્રહલાદ પ્લોટ અને લક્ષ્મીવાડી વિસ્તાર બંગાળી કારીગરોની વસ્તી વધારાએ અનેક મુશ્કેલી વધારી

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં જેહાદી પ્રવૃતિ જોખમી બની ગઇ છે તેની પાછળ જવાબદાર કોણ તેવો સવાલ થઇ રહ્યો છે. રાજકોટની સોની બજારમાં રોહિંગ્યા, બાંગ્લાદેશી અને બંગાળીથી છલોછલ છે છેલ્લા ત્રણ દાયકાથી અનેક જવેર્લ્સને કરોડોનો ચુનો ચોપડી રફુચકર બનેલા બંગાળી કારિગરોની રાજકોટમાં થયેલી વસ્તી વધારા અંગે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવી જરુરી બન્યું છે.

Screenshot 3 2

રાજકોટની સોની બજાર અબજોનું ટન અવર ધરાવે છે. સોની વેપારીઓ બંગાળી કારિગર પર આધારિત બની ગયા હોવાથી સોની બજાર પર બંગાળી કારિગરોનો કબ્જો કરી લીધો છે. સસ્તી મજુરીની લાલચમાં બંગાળી કારિગરોને કરોડોની કિંમતનું સોનું ઘરેણા બનાવવા આપતા હોય છે. વિશ્ર્વાસ કેળવી બંગાળી કારિગરો સોની વેપારીનું સોનું લઇ પલાયન થયા બાદ તેની ભાળ મેળવવી મુશ્કેલ બને છે.

બંગાળી કારિગરો સોનું લઇને ભાગી જવાની ઘટનાની સાથે બંગાળી કારિગરના સ્વાંગમાં ત્રાસવાદી પ્રવૃતિ સામે આવતા સમગ્ર સૌરાષ્ટ્ર હચમચી ગયું છે. શાંત ગણાતા રાજકોટમાં ત્રાસવાદી પ્રવૃતિનો પગપેસારો વધુ જોખમી બને તે પહેલાં સોની વેપારી અને તંત્ર દ્વારા સાવધાની સાથે સાવચેત બની જવુ જરુરી બન્યું છે. પ્રહલાદ પ્લોટ, લક્ષ્મીવાડી, સોની બજાર, રામનાથપરા, ભગવતીપરા, ધમેન્દ્ર રોડ અને પેલેસ રોડ પર બંગાળીની વસ્તીમાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. એટલું જ નહી તેઓએ પોતાના નામે મોટી મિલકતો પણ ખરીદ કરી છે.  પરપ્રાંતિયોને મકાન કે દુકાન ભાડે આપતા પહેલાં પોલીસને જાણ કરવા અંગેનું જાહેરનામું અમલમાં હોવા છતાં આ જાહેરનામાનો અમલ કરવામાં તંત્ર કેમ ઉણું ઉતર્યુ તેવા સવાલ થઇ રહ્યા છે.

સોની બજારમાં છેલ્લા આઠેક માસથી ભાડાના મકાનમાં રહી અલકાયદા માટે ભેદી પ્રવૃતિ કરનાર અબ્દુલ શુકરઅલી હજરત શેખ, અમનઅલી સિરાજ મલિક અને શૈફ નવાજ અબુ સાહીદની એટીએસની ટીમ દ્વારા ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે.  ત્રણેય શખ્સો પાસેથી એક પિસ્તોલ અને દસ કારતુસ મળ્યા છે. કેટલુક જેહાદી સાહિત્ય મળ્યું છે. અને તેઓની અલકાયદા માટે સ્લીપર સેલ જેવી ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.

અલકાયદા માટે ફંડીગ એકઠું કરવુ અને તેના માટે સ્લીપર સેલને સામેલ કરવાની પ્રવૃતિ જોખમી છે. સ્લીપર સેલને તેના આકાના આદેશ મુજબ કરી દેશમાં ભાંગફોડની પ્રવૃતિમાં આડકતરી રીતે ત્રાસવાદી સંગઠનને મદદરુપ થતા હોય છે. આંતકવાદી પ્રવૃતિને આટકાવવા માટે એટીએસ દ્વારા સઘન કાર્યવાહી કરી ઝેર કરવામાં આવે છે.

રાજકોટ પોલીસ હરકતમાં બંગાળી કારીગરોની ‘ઓળખ’ ઊભી કરાશે

રાજકોટની સોની બજાર દેશ- વિદેશમાં પ્રખ્યાત છે. જ્યાં એકાદ લાખોની સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરે છે.જ્યારે ત્રણ બંગાળી કારીગરોની ત્રાસવાદી પ્રવૃત્તિમાં સંડોવણી ખુલતા સોની વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયા છે. જેથી હવે શહેર પોલીસની હરકતમાં આવી છે અને બંગાળી અને બીજા પ્રાંતમાંથી આવેલા કારીગરોનું હવે આઈ કાર્ડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં લાખોની સંખ્યામાં રહેતા બંગાળી કારીગરોનું હવે તેના માલિકો દ્વારા એસસોજી ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેથી ત્યારબાદ તેઓની ઓળખ ઉભી કરી કાર્ડ બનાવી દેવામાં આવશે જેથી પોલીસ સતત આ કારીગરો ઉપર વોચ રાખી શકશે.

સોનીબજારમાં છેલ્લા ત્રણ દસકામાં કારીગરો દ્વારા રૂ.100 કરોડના સોનાની ઉઠાંતરી કરાઈ

રાજકોટની સોની બજાર સોનાના દાગીનાનું મુખ્ય હબ ગણાય છે અને દરરોજનો 100 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા આ સોની બજારમાં છેલ્લા ત્રણ દશકાથી 100 કરોડથી વધુ એટલે કે 1 અબજથી વધુનુ સોનુ લઈ બંગાળી કારીગરો પલાયન થઇ ગયાના કિસ્સાઓ બન્યા છે અને તેમાં માત્ર 30 થી 40 ટકા કિસ્સાઓમાં જ પોલીસ ફરિયાદ થઇ છે અને તેમાં પણ અત્યાર સુધી કઇ પરત આવ્યું નથી જેમાં બંગાળી કારીગરો વિશ્વાસ સંપાદન કરી છેલ્લા 25 થી 30 વર્ષમાં 100 કરોડથી વધુ સોનુ લઇ પલાયન થઇ ગયા હતા અને માત્ર 30 થી 40 ટકા કિસ્સાઓમાં જ પોલીસ ફરિયાદ થઇ છે. તેમાંપણ વેપારીઓનું ગયેલુ સોનું પરત આવતું નથી. આ સોનુ આતંકી સંગઠનોને મજબૂત કરવામાં વપરાતુ હોવાની શકયતા પણ નકારી શકાય નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.