Abtak Media Google News

કેન્દ્રીય  કૃષિ રાજયમંત્રી પરસોતમભાઇ રૂપાલાએ ‘શ્રી કમલમ’ ખાતે ખેડુતોના હિતમાં પસાર કરવામાં આવેલા કૃષિ સુધારા સંદર્ભે પત્રકાર પરિષદ સંબોધી

કેન્દ્રીય  કૃષિ રાજયમંત્રી પરષોતમભાઇ રૂપાલાએ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા સંસદમાં દેશના કરોડો ખેડુતોના હિતમાં પસાર કરવામાં આવેલ કૃષિ સુધારાઓના સંદર્ભે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા કૃષિ સુધારા બીલથી ખેડુતોને કોઇપણ પ્રકારનું નુકશાન થાય તેવી એક પણ જોગવાઇ નથી. રાજકીય વિરોધીઓ ફકત અને ફકત રાજકીય રોટલા શેકવા માટે દેશના કરોડો ખેડુતોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય અંગે અપપ્રચાર કરી ભ્રામકતા ફેલાવી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે ૨૦૦૪માં બનાવવામાં આવેલા સ્વામીનાથન આયોગના અહેવાલમાં દર્શાવાયેલા સુચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડુત સંગઠનો અને ખેડુતો કરી રહ્યા હતા. ૧૦ વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી પણ તેમણે આ અંગે કંઇ ન કર્યુ અને આજે દેશના ખેડુતોને ગુેરમાર્ગે દોરવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે.વધુમાં જણાવ્યુ: હતું કે કોંગ્રેસ સહિતના રાજકીય વિરોધીઓ ટેકાના ભાવથી ખેડુતોની પેદાશોની ખરીદી કેન્દ્ર સરકાર આ બીલ દ્વારા બંધ કરી રહી છે. તેવો દુષ્પ્રચાર કરીને ખેડુતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કૃષિ સુધારા બિલને એમ.એસ.પી. સાથે કોઇ જ લેવા દેવા નથી. એન.પેસ.પી. થી ખેતપેદાશો ની ખરીદી થઇ રહી છે. અને આગળ પણ થતી રહેશે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઘંઉ, ચણા, દાળ, મસૂર, રાઇ, તેલીબિયાં સહિતના રવિ પાકના ટેકાના ભાવમાં કરાયેલો વધારો કેન્દ્ર સરકાર ટેકાના ભાવથી ખેતપેદાશોની ખરીદી બંધ કરી રહી છે તેવો અપપ્રચાર કરનાર કોંગ્રેસ સહિત અનય રાજકીય પક્ષોને જડબાતોડ જવાબ છે. વર્તમાન વ્યવસ્થામાં દેશભરમાં ખેડુતો પોતાના વિસ્તારની આસપાસની સ્થાનિક એપીએમસીમાં પોતાની પેદાશનું વેચાણ કરે છે. એપીએમસી સુધારા બીલ દ્વારા દેશના કરોડો ખેડુતો સ્થાનીક એપીએમસી સહિત દેશભરમાં જે કોઇપણ સ્થળે તેમને વધુ અને યોગ્ય ભાવ મળતો હોય તે વેપારીને ખેત પેદાશ વેચી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા આ કૃષિ સુધારાઓનો એકમાત્ર ઉદ્દેશ આપણા અન્નદાતા એવા દેશના કરોડો ખેડુતોને સમૃઘ્ધ બનાવવાનો તેમની આવક બમણી કરવાનો છે. કૃષિ સુધારા બિલમાં ફકત અને ફકત ખેડુતોના હિતોની વાત છે. તેમાં એક પણ બાબત એવી નથી કે જેનાથી ખેડુતને નુકશાન વેઠવું પડશે.

અંતમાં રૂપાલાએ જણાવ્યું કે કેન્દ્રની ભાજપા સરકાર ખેડુતો સાથે ખુલ્લા મને વાતચીત કરી કૃષિ સુધારાઓ અંગે રહેલી તમામ શંકાઓને દુર કરવા તૈયાર છે. આજે ખેડુતોને હાથો બનાવીને કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો ખેડુતોને ભ્રમિત કરી નિમ્નસ્તરનું રાજકારણ કરી રહ્યાં છે. ખેડુતોનું અહિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ખેડુતો માટે અનેક વિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હૈયે સદાયે ખેડુતોનું હિત વસેલું છે. તેમના દ્વારા લેવાયેલું એક એક પગલું ખેડુતોને ઉત્થાન માટે છે મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે ગુજરાત અને દેશના અન્ય રાજયના કિસાનો ખેડુત વિરોધી તત્વોના ભ્રામક અપપ્રચારમાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.