Abtak Media Google News

રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ગુજરાતના રેલ્વેના વિધિ પ્રશ્ર્નોે અંગે કેન્દ્રીય રેલ્વે મીનીસ્ટર અશ્વીનો વૈષ્ણવી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી . જેમાં ગુજરાતમાં 40350 કે.મી.ના 41 પ્રોજેક્ટ ચાલુ છે . તેમાં 36437 કરોડનો ખર્ચ થશે . આ વખતની બજેટ ફાળવણીમાં 80332 કરોડ રેલ્વે માટે ફાળવવામાં આવ્યા છે . જે અગાઉના વર્ષો કરતા 14 ગણુ વધારે છે . અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વર્લ્ડ કલાસા 27 રેલ્વેસ્ટેશન ડેવલોપ થશે એમ રામભાઈ મોકરીયા સાથે ચર્ચા દરમ્યાન રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું.

Advertisement

આ ઉપરાંત અમદાવાદ , આણંદ , અંકલેશ્વર , અસારવા , બારડોલી , ભરૂચ , ભકિતનગર , ભાણવડ , ભાટીયા , ભાવનગર , ભેસતાન , ભીરડી , ઉંચા , ચોલાડ , દોદ , દાહોદ , ડાકોર , દેરોલ , ધ્રાંગધ્રા , દ્વારકા , ગાંધીધામ , ગોધરા , રોલ . હાપા , હિંમતનગર , જામનગર , જામજોધપુર , જામવણથલી , જુનાગઢ , કાનાલુસ ,કરમસર,કેશોદ,ખંભાળીયા, કિમ, ,  , કોલંબા , લખતર , લીંબડી , લીમખેડા , મહેસાણા , મહેમબાદ , મણીનગર ,મહુવા , મીઠાપુર , મોરબી , કરજણ , નડીયાદ , નવસારી , ઓખા , ભુજ , પડધરી , પાલનપુર પાલીતાણા , પાટણ , પોરબંદર , પ્રતાપનગર , રાજકોટ , રાજુલા , સાબરમતી , સામખીયાણી , સંજાણ , -સા. કુંડલા, સીધ્ધપુર , સીહોર , સોમનાથ , સોનગઢ , સુરત , સુરેન્દ્રનગર , થાન , ઉધના , ઉદયવાડા , ઉમગાવ ઓઝ , વડોદરા , વાપી , વટવા , વેરાવળ , વીરમગામ , વિશ્વામીત્રી , વાંકાનેર વગેરે ગામોના નાનામોટ રેલ્વે પ્રશ્નો , અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી . આ ઉપરાંત ગાંધીનગર , સાબરમતી , સોમનાથ , ઉધના સુરત ન્યુ ભુજ અને અમદાવાદ જેવા શહેરોમાં સાત રેલ્વે સ્ટેશનોમાં 5075 કરોડના અંદાજીત ખર્ચ થરો તેમજ નવા 10 રેલ્વે સ્ટેશનો શરૂ કરવામાં આવશે .

આ ઉપરાંત 2014 થી અત્યાર સુધીમાં 88 ફલાયઓવર અને અન્ડરબ્રીજ બાંધવામાં આવ્યા છે . તેમજ 33 રેલ્વે સ્ટેશન વન સ્ટેશન , વન પ્રોડ્કટ યોજના શરૂ કરવાનું આયોજન છે . એવું રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.