Abtak Media Google News

એમ્બ્યુલન્સ કોરોના કોવિડ સેન્ટર ખાતે સેવામાં રખાશે:પ્રમુખ મયુર સુવા

શહેરમાં નગરપાલિકા પાસે હાલના આધુનિક સુવિધા સજજડ એમ્બ્યુલન્સ ન હોવાને કારણે દર્દીઓને ખાનગી એમ્બ્યુલન્સના મોંધા ભાડા બાંધી સારવાર લેવા જવી પડતી હતી. જેનો હવે અંત  આવી ગયો છે. સાંસદ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી નગર પાલિકાને એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ છે.

સાંસદ રમેશભાઇ ધડુક દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી દર્દીઓના સુખાકારી માટે રપ લાખના ખર્ચે ઓકસિઝન એમ્બ્યુલન્સની ફાળવણી કરતા ગોંડલ ખાતે પાલિકાના પ્રમુખ મયુરભાઇ સુવા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, હરિભાઇ ઠુમર, જયેશભાઇ ત્રિવેદી, જીજ્ઞેશ ડેર, રવિભાઇ માકડીયા, નગર સેવક જીજ્ઞેશભાઇ વ્યાસ દ્વારા એમ્બ્યુલન્સ સ્વારી ઉપલેટા કોવિડ સેન્ટર ખાતે કરવામાં આવતા શહેરીજનો દ્વારા આવકારવામાં આવી હતી. આ તકે પાલિકા પ્રમુખ મયુરભાઇ સુવાએ જણાવેલ કે હાલમાં આ ઓકિસજન વાળી એમ્બ્યુલન્સનો ઉ5યોગ કોરોનાના દર્દીઓ માટે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.