Abtak Media Google News

કડવા પટેલમાંથી માકડીયા, બરોચિયા, પાડલિયા, લેઉવા પટેલમાંથી ઠુમરનો ‘ઘોડો’ આગળ

Advertisement

75 ધોરાજી- ઉપલેટા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી 3ર જેટલા લોકો મુરતીયા બનવા માગતા હોવાથી પાર્ટી માટે આ બેઠક ઉપર લાંબી કસરત બાદ આ બેઠક ઉપર કોણ મુરતીયા બનશે તે કહેવું મુશ્કેલ છે. મુખ્ય આ બેઠક ઉપર કડવા પટેલ – લેઉવા પટેલ, લધુમતિ અને આહિર સમાજ નિષ્ણાંયક મતો છે. ચાર દિવસ પહેલા નિરિક્ષકો સમક્ષ સેન્સ આપ્યા બાદ કડવા પટેલ સમાજમાંથી પ્રવિણભાઇ માકડીયા, જેન્તીભાઇ બરોચીયા, મહેન્દ્રભાઇ પાડલીયા અને લેઉવા પટેલમાંથી એક માત્ર હરિભાઇ ઠુમરમાં ઘોડો વિનમાં હોવાનું જણાઇ રહ્યું છે.

75-વિધાનસભા કુલ બે લાખ 70 હજાર જેટલા સ્ત્રી-પુરૂષો મતદાનનો અધિકાર ધરાવે છે.

તેમાં 1 લાખ 39 હજાર જેટલા પુરૂષો અને એક લાખ 30 હજાર જેટલી મહિલાઓ નોંધાયેલ છે. આ બેઠક ઉપર જ્ઞાતિકરણ સમીકરણ જોઇએ તો સૌથી વધુ 38 હજાર લેઉવા પટેલ બીજા ક્રમે 37 હજાર કડવા પટેલ મુખ્ય બે મોટા સમાજો મતદારો ધરાવે છે. જયારે લધુમતિ 36 હજાર, કોળી 19 હજાર અને આહિરો 17 હજાર મતો સાથે નિર્ણાયક ભૂમિકાઓ હોય છે. અગાઉ આ બેઠક ઉપર કોંગ્રેસ આઠ વખત  વિજેતા બન્યું છે. જયારે ભાજણ બે વખત વિજેતા બન્યું છે. અને એક વખત અન્ય પક્ષના વિજેતા થયો છે.

2017ની ચૂંટણીમાં ભાજપના હરિભાઇ પટેલ સામે કોંગ્રેસના લલિત વસોયા રપ હજાર મતે વિજય બન્યા હતા. પણ 2017માં પાટીોદાર આદોલન ને કારણે ભાજપને ભારે સહન કરવું પડયું હતું. આ વિસ્તાર પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર બિંન્દુ હતો તેમ કહી શકાય તો પણ તવાઇ નહિ ત્યારબાદ આ વિસ્તારમાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીમાં ભાજપમાં વિજય બનવામાં  બનાવો બન્યા છે. 75-વિધાનસભામાં હાલ ત્રણ નગરપાલિકા આવે છે તેમાં એક માત્ર ઉપલેટા નગરપાલિકા ભાજપ પાસે છે. જયારે ભાયાવદર, ધોરાજી કોંગ્રેસ પાસે છે જયારે ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે. મોટાભાગની જીલ્લા પંચાયતની સીટ ભાજપ પાસે છે ત્યારે આજ વખતે મતદારો પણ ભાજપનો વિકાસ સ્વીકારે છે કે કોંગ્રેસનો વિરોધ તે કહેવું મુશ્કેલ છે.

હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં મુરતીયા બનવા માટે 3ર જેટલા દાવેદારો મેદાનમાં આવ્યા છે. તેમાં કડવા પટેલ સમાજમાંથી પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા તેઓ અગાઉ ચાસ વખત ધારાસભ્ય ચુંટાઇ ને પ્રશ્ર્ના પ્રશ્ર્નો ઉકેલવામાં પ્રથમ હરોળમાં રહ્યા છે તેઓ જનસંઘથી આર.એસ.એસ. ને વરાયેલા રહ્યા છે. પ્રજામાં તેની છાપ કોરી પાર્ટીની સંભાળી રહી છે. જયારે બીજા ક્રમે જેનું નામ ચર્ચાઇ રહ્યું છે તે જેન્તીલાલ બરોચિયા એક જમીનના કાર્યકર ગણાય છે. તેઓ અગાઉ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ સરપંચ તરીકે સેવા આપી ચૂકયા છે. હાલમાં તેઓ યાર્ડના પ્રમુખ અને જીલ્લા પંચાયતમાં સિંચાઇ સમિતિના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ આખા બોલાની છાપ ધરાવે છે. પણ સત્યને મોઢે કહેવામાં કોઇની શરમ રાખતા નથી જયારે ત્રીજા ક્રમે મહેન્દ્રભાઇ પાડલીયા પણ આ વિસ્તારમાં વર્ષાજુનો સંબંધો ધરાવે છે. અગાઉ તેઓ જીલ્લા ભાજપના પ્રમુખ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ,  ગોધરા યુનિવર્સિટીના કુલપતિ અને પાનેલી જીલ્લા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી ચૂકયા છે. તેઓ શાંત સ્વભાવ અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા વ્યકિત છે. આ ત્રણ નામો પાર્ટીના મુખ્ય દાવેદારોને મેદાનમાં ઉતારવામાં આવે તો એક માત્ર મજબુત અને સફળ દાવેદાર હરિભાઇ ઠુમર ગણાય તેમ છે.

હરિભાઇ ઠુમર રાજયના પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા અને સ્વ. પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાના જમણા હાથ મનાય છે. સહકારી ક્ષેત્ર ઉપર હરિભાઇ ઠુમર સંપૂર્ણ વર્ચસ્વ છે. તેઓ મારકેર્ટીગ યાર્ડના વાઇસ ચેરમેન રાજકોટ જીલ્લા બેંકના ડાયરેકટર તેમજ મંડળીના પ્રમુખપદની જવાબદારી સંભાળી રહ્યા છે. લેઉવા પટેલ સમાજમાં પણ સારુ એવું વર્ચસ્વ ધરાવતા વ્યકિત હોય તો એક માત્ર છે જયારે અન્યો દાવેોદારોમાં રમણીકભાઇ લાડાણી, પરેશભાઇ વાગડીયા, મનિષભાઇ ચાંગેલા, રવિભાઇ માકડીયા, જે.એમ. માંગરોલિયા, જયસુખભાઇ ઠેસીયા, વીરલભાઇ પનારા, જગદીશભાઇ કોટડીયા, દિનેશભાઇ અમૃતીયા, તેમજ રાજુભાઇ ડાંગર સહિત 3ર લોકોએ દાવેદારી નોંધાવી છે.

કાર્યકરો પણ નથી ઓળનતા તેઓએ પણ દાવેદારી નોંધાવી

નિરીક્ષકો સમક્ષ વિધાનસભાની ટીકીટની માંગણી માટે અમુક એવા લોકોએ દાવેદારી નોંધાવી છે. જેની ભાજપની વિચાર ધારા શું છે જેની નગરપાલિકા કે ગ્રામ પંચાયતના સભ્ય થવાની હેશીયત નથી તેવા લોકોએ દાવેદારી નોંધાવી કાર્યકરોમાં હાસ્યનું પાત્ર બનેલા છે. 75-વિધાનસભામાં કેટલા ગામોનો સમાવેશ થાય છે આ વિસ્તારના મુળભૂત પ્રશ્ર્નો શું છે આવા અનેક સવાલો ના જવાબો પણ આપી શકે તેમ નથી તેવા લોકો દાવેદારી કરી પોતાની વિશ્ર્વનીયતા ગુમાવી બેઠા હોય તેવું લાગી રહ્યું છે.

ગૌભકતની  પણ દાવેદારી

75-વિધાનસભામાં જાણીતા ગૌ ભકત અને સમાજ સેવક પિયુષભાઇ માકડીયાએ પણ ટીકીટની માંગણી કરેલ છે. પિયુષભાઇ માકડીયા અનેક સામાજીક સંસ્થાઓ સાથે સંકળાઇને વિવિધ સેવાકીય પ્રવૃતિ માં આગળ પડતું નામ ધરાવે છે. તેઓ સ્વીટ એન્ડ ફરસાણ એસો.ના પ્રમુખ, વડચોક ગૌ સેવા સમાજના ટ્રસ્ટી, એનીમલ હોસ્ટેલના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. કોરોના કાળમાં કોવિડ સેન્ટરમાં તેઓની મહત્વની ભૂમિકા રહેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.