Abtak Media Google News

ખનીજચોરીના બાતમીદારોના વરજાંગ જાળીયાના પાદરમાં ધામા

ટ્રેક્ટર અને જે.સી.બી. મળી રૂ.4.20 લાખનો મુદ્દામાલ કબ્જે

 

વર્ષોથી ગેરકાયદે ખનીજ ચોરી આરામથી થાય તેવા નાગવદર ગામે મામલતદાર ત્રાટકતા ખનીજ ચોરો ફરાર થઇ ગયા હતા. સ્થળ પરથી મુદ્દામાલ કબ્જે કરી પોલીસને સોંપી આપ્યો હતો.

નાગવદર ગામે પેઢી ગયેલા ખનીજ ચોરો બેફામ ખનીજ ચોરી વર્ષ કરોડો રૂપિયા કમાઇ ખેડૂતોને રોડ ઉપર રખડતા કરી દીધા તેવા વેણુ નદીના કાંઠા વિસ્તારમાં મામલતદાર મહેશ ધનવાણી તેમની ટીમ સાથે ત્રાટકતા ખનીજ ચોરો મુદ્દામાલ મૂકી ભાગી છૂટ્યા હતા. સ્થળ પરથી રેતી ચારવાના ચારણા સહિત ચાર લાખ વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસને સોંપી આપ્યો હતો.

પકડાયેલા મુદ્ામાલમાં રેતી ચારવાના સાત જેટલા લોખંડના મોટા ચારણા હાથ લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખનીજ ચોરો એટલા આઝાદ છે કે મામલતદારની જીપ પાછળ સતત તેના માણસો દોડમાં હોય છે. મામલતદારની ગાડી કઇ બાજુ જાય છે. તે સતત લોકેશનો બાતમીદારો આપતા હોય છે. નાગવદર ગામે ખનીજ ચોરોને પકડવા જતા રસ્તામાં વરજાંગ જાળીયાના પાદરમાં ખનીજ ચોરોના બાતમીદારોના ધામા નાખીને પડ્યા પાથરીયા રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.