Abtak Media Google News

આરોગ્ય કેમ્પનો ૪૬૮ દર્દીઓએ લાભ લીધો

તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે ખૂબજ ટુંકાગાળામા તમામ નદી નાળા ઉપરાંત ડેમો છલી ગયા છે. અમુક વર્ષે જ આવા સાર્વત્રિક વરસાદથી સંપૂર્ણ ભરેલા ડેમોનો નઝારો જોવા મળે છે. રાજકોટમાં ગત શુક્ર-શનિ અતિ ભારે વરસાદ પડયા બાદ રજાના દિવસ રવિવારે આહલાદક વાતારણમાં સહેલાણીઓ ફરવાના સ્થળોએ ઉમટી પડયા હતા ત્યારે ખાસ કરીને રાજકોટ વાસીઓનાં પ્રિય એવા સ્થળો આજી ન્યારી ડેમે ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો નીકળ્યા હતા પરિવાર સાથે અને ખુશમિજાજ વાતાવરણમાં ડેમમાં આવેલુ નવુ નીર અને ચારેકોર ઉગી નીકળેલી લીલીછમ હરિયાળી જોઈ લોકોએ પ્રફુલ્લીત મને રજામાં મજાની કલાકો માણી હતી નાના મોટા સર્વે વડીલો બાળકોએ ફરવાની મોજ માણી હતી. કોઈ પરિવારજનો સાથે તો કોઈ મિત્રો સાથે આજી ન્યારી ડેમે ફર્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.