Abtak Media Google News

કોર્પોરેશનના પ્લોટમાં વિધર્મીએ કરેલા દબાણ અંગે મહાપાલિકામાં કરેલી રાવના કારણે માર માર્યો

ઘવાયેલા ધારાશાસ્ત્રી મહેશભાઇ જોષીને સારવાર માટે દાખલ કરાતા મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ હોસ્પિટલ દોડી ગયા

હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાની વકીલોની આક્રોશ સાથે માંગ: ફોજદાર બાદ વકીલ પર લુખ્ખાઓએ કરેલા હુમલાથી સામાન્ય લોકોમાં ફફડાટ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી હોય તેમ ચોર, લૂંટારા અને ગઠીયા પોલીસને હંફાવી રહ્યા છે. બીજી તરફ લુખ્ખા શખ્સો પીએસઆઇ અને વકીલો પર હુમલા કરવાની બનેલી ઘટનાથી સામાન્ય લોકોમાં ફફડાટ મચી ગયો છે. ન્યુ કોલેજવાડી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં દબાણ કરતા શખ્સ સામે અવાજ ઉઠાવતા સરકારી વકીલ મહેશભાઇ જોષી પર વિધર્મી શખ્સે કરેલા હીચકારા હુમલાના વકીલ મંડળમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ન્યુ કોલેજવાડી શેરી નંબર 1માં રહેતા એપીપી મહેશભાઇ સોમનાથભાઇ જોષી નામના 55 વર્ષના વિપ્ર પ્રૌઢ પર તેમના પાડોશમાં રહેતા ઇંડાના ધંધાર્થી અનિશ જુણેજા નામના શખ્સે હુમલો કરતા ઘવાયેલા મહેશભાઇ જોષીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ન્યુ કોલેજવાડી શેરી નંબર 2-3માં આવેલા પાંચ નંબરના ખૂણા પાસે કોપોરેશનનો પ્લોટ આવ્યો છે.તેમાં ઇંડાના ધંધાર્થી અનિશ જુણેજા દબાણ કરતો હોવાથી તેના વિરુધ્ધ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. આથી ઉશ્કેરાયેલા અનિશ જુણેજાએ સરકારી વકીલ મહેશભાઇ જોષી સાથે ઝઘડો કર્યો હતો. આથી તેઓએ પ્ર,.નગર પોલીસમાં અનિશ જુણેજા વિરુધ્ધ રજુઆત કરી પોતાના પર ગમે ત્યારે હુમલો થશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. આમ છતાં પોલીસ કે કોર્પોરેશન તંત્ર દ્વારા અનિશ જુણેજા સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેતા વકીલોમાં ઘેરો રોષ જોવા મળી રહ્યો છે.

સવારે અનિશ જુણેજા કોર્પોરેશનના પ્લોટમાં દબાણ કરતો હોવાથી તેને સરકારી વકીલ મહેશભાઇ જોષીએ અટકાવવા પ્રયાસ કરતા તેમની સાથે ઝઘડો કરી અનિશ જુણેજાએ એપીપી મહેશભાઇ જોષીને માર મારી ધકાકો મારતા તેઓ કોર્પોરેશનના પ્લોટમાં બાંધેલી કાટાની ફેન્સીગમાં પડતા તેમના માથામાં ગંભીર ઇજા થઇ હતી.

સરકારી વકીલ મહેશભાઇ જોષી પર હુમલો થયાની અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયાની જાણ  ધારાશાસ્ત્રીઓને થતા મોટી સંખ્યામાં એડવોકેટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હુમલાના બનાવને સખ્ત શબ્દોમાં વખોડી રોષ વ્યક્ત કયો4 હતો. હુમલાખોર અનિશ જુણેજા સામે કડક કાર્યવાહી થાય તે માટે પોલીસમાં માગ કરી હતી. હુમલાના બનાવના પગલે પ્ર.નગર પી.આઇ. વસાવા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને મહેશભાઇ જોષીની ફરિયાદ પરથી અનિશ જુણેજા સામે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.