Abtak Media Google News

સ્વ.મહમ્મદ રફી સાહેબની ૩૭મી પુણ્યતિથિ નિમિત્તે રૈયા રોડ ઉપર આવેલા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ હોલ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત સંધ્યાનું સમગ્ર આયોજન ડો.અર્પિત ડેલાવાળા તેમજ તેમની ટીમ દ્વારા કરાયું હતું. સંગીત સંધ્યામાં રફી સાહેબના મશહૂર ગીતો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ એક પ્રકારનો ઓડિયો વિડિયો વિઝયુઅલ કાર્યક્રમ હતો. સંગીત સંધ્યામાં બહોળી સંખ્યામાં શહેરના સંગીતપ્રેમીઓ અને ખાસ કરીને રફી સાહેબના ચાહકો ઉપસ્થિત રહી મનભરીને કાર્યક્રમને માણ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.