Abtak Media Google News

વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદૃ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મ જયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિૃની શ‚આત ઈ છે. તો સમગ્ર વર્ષ દૃરમ્યાન તેઓશ્રીના પરમ ભક્ત પૂજ્ય ગુરુદૃેવશ્રી રાકેાભાઈ દ્વારા રચિત લેખમાળાના બાવન પુષ્પોી આપણા જીવનને સુગંઘિત કરીએ, જ્યોર્તિમય કરીએ. પ્રસ્તુત છે શ્રીમદૃ્ રાજચંદ્રજીના અખંડ પ્રચંડ સાધના‚પ જીવનની યશોગાા.

Advertisement

શ્રીમદ્નાં વિશાળ વાંચન, ગહન મનન અદ્ભૂત વૈરાગ્યના પરિપાક‚પે તેમની સોળ વર્ષ અને પાંચ માસની ઉંમરે, વિ.સં.૧૯૪૦માં તેમના દ્વારા મોક્ષમાળ નામનો ગ્રં માત્ર ત્રણ દિવસમાં લખાયો હતો. આ ગંભીર દર્શનસભર પાઠ દ્વારા જૈન ધર્મના ગૂઢ સિદ્ધાંતોનું રોચક નિ‚પણ યું છે. પ્રસ્તુત ગ્રંમાં તેમણે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર‚પ મોક્ષનો માર્ગ મતભેદ વિના બોધ્યો છે. મોક્ષમાળનું પ્રકાશન તેમણે પોતે જ કરાવ્યું હતું. તેને છપાવવામાં વિલંબ વાના કારણે અગાઉી નોંધાયેલા ગ્રાહકોની વ્યાકુળતા ટાળવા, વિ.સં. ૧૯૪૨માં તેમણે રસપ્રદ દ્રષ્ટાંતો સહિત બાર ભાવનાનું પરમ ભાવવાહી સ્વ‚પ આલેખતો વૈરાગ્યસભર ભાવનાબોધ નામનો ગ્રં રચીને ગ્રાહકોને ભેટ‚પે આપ્યો હતો. આ પ્રસંગ શ્રીમદ્ના વિવેક, કાર્યકુશળતા અને જવાબદારીનું ભાન દર્શાવે છે. આ સમય દરમ્યાન શ્રીમદ્ને અલૌકિક વૈરાગ્ય વર્તતો હતો. તેમણે એક વખત જણાવ્યું હતું કે, મોક્ષમાળની રચના વખતે તેમને યોગવાષ્ઠિના વૈરાગ્ય પ્રકરણમાં વર્ણવેલ શ્રી રામચંદ્રજીના વૈરાગ્ય જેવો વૈરાગ્ય વર્તતો હતો, તે એટલે સુધી કે તેમણે ખાધું કે નહીં તેનો પણ તેમને ખ્યાલ રહેતો નહીં. તેમનો આ ઉગ્ર વૈરાગ્ય મોક્ષમાળાના વૈરાગ્યવિષયક શિક્ષાપાઠોમાં સ્પષ્ટપણે દ્રષ્ટિગોચર ાય છે. તેમનો વૈરાગ્ય ઉત્તરોતર વેગ પકડતો ગયો હતો અને ભાવનાબોધના સર્જનકાળે તો તે વૈરાગ્ય પરમ અદ્ભૂત ભાવે પરિણમ્ય હતો અને તેી જ તેમણે પોતાના જીવનના મુખ્ય પ્રસંગો અમર કરનાર કાવ્યમાં પ્રકાશ્યું છે.

ઓગણીસસેં ને બેતાળીસે, અદ્ભૂત વૈરાગ્ય ધાર રે,

આમ, શ્રીમદૃ્ જેવા પરમ વિચક્ષણ પુરુષ દ્વારા નિષ્પક્ષપાત છતાં પરીક્ષાપ્રધાન પ્રજ્ઞાની એરણે વિવિધ ર્દૃાનોની તર્ક અને યુક્તિી કરાયેલી ચકાસણીમાં સહજાત્મક સ્વ‚પની પ્રાપ્તિ કરવા ર્એ જે સુદ્ધ ધર્મ, જે વિચારધારા, જે તત્ત્વર્દૃાન પરિપૂર્ણ સર્મ ઠર્યું તે અદૃ્ભુત, વિાાળ અને ર્યા એવા વીતરાગર્દૃાનમાં જ તેમની પ્રતિભાવંત અન્વેષકબુદ્ધિ ઠરી, એમાં જ તેમની દષ્ટિ સ્રિ ઈ, એમાં જ તેમની શ્રદ્ધા અત્યંત દઢપણે સ્તિ ઈ અને તેના આધારે તેમનું સમગ્ર જીવન દિૃવ્ય પ્રકાસી ઝળહળી ઊઠું. (ક્રમશ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.