Abtak Media Google News

રશિયાના ડેનિલ મેદવેદેવે ખૂબ સારી ફાઈટ આપી, અંતે મ્હાત મળી

ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં સ્પેનના રાફેલ નડાલ અને રશિયાના ડેનિલ મેદવેદેવ વચ્ચે ફાઇનલ મેચ રમ્યો હતો. ચલ અત્યંત રોમાંચક તબક્કામાં પહોંચ્યા બાદ નાદાલે 21 મો ગ્રાન્ડ સ્લેમ જીતી લોન ટેનીસના ઈતિહાસમાં પ્રથમ ખેલાડી બન્યો છે. ફાઇનલ મેચમાં રશિયાના ખેલાડીએ ખૂબ જ સારી ફાઇટ આપી હતી અને નાદાલને બે સેટમાં પરાજય પણ આપ્યો હતો પરંતુ ચોથા અને પાંચમા સ્ટેટમાં નાદાલે વાપસી કરતા મેચને પોતાના તરફ કર્યો હતો અને 21 મો ગ્રાન્ડસ્લેમ જીતી ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા બાદ અને ટેનિસ ખેલાડીઓએ ટ્વિટર ઉપર નાદાલને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

સ્પેઇનના રાફેલ નડાલ 21 ગ્રાન્ડ સ્લેમ જીતનારો પહેલો ખેલાડી બની ગયો છે. 35 વર્ષીય નાદાલે ઓસ્ટ્રેલિયા ઓપનની ફાઈનલમાં 2 રશિયન સ્ટાર ડેનિલ મેદવેદેવને પાંચ સેટની મેચમાં 2-6, 6-7, 6-4, 6-4, 6-4થી માત આપી  ઈતિહાસ રચ્યો હતો. આ નડાલનો બીજો ઓસ્ટ્રેલિયા ઓપન અને તેની  કારકિર્દીનો 21મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે.નડાલ આની સાથે જ ગ્રાન્ડ સ્લેમના 145 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ મેન્સ સિંગલ ખિતાબ જીતનારો પુરુષ ખેલાડી બની ગયો છે. તેણે સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર અને સર્બિયાના નોવાક જોકોવિચને ઓવરટેક કરી દીધા છે. આ બંનેના નામે કુલ 20-20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. આપેલ નડાલે સૌથી વધુ 13 ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યો છે અને કુલ 21 ગ્રાન્ડસ્લેમ જીતી સિંગલ મેન્સમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે.

રશિયન ખેલાડી દ્વારા નાદાલને ખુબજ સારી ફાઈટ આપી હતી , પરંતુ નાદાલે ત્રીજા સેટમાં શાનદાર કમબેક કર્યા પછી રાફેલ નડાલે ચોથા સેટમાં પોતાની શાનદાર લય જાળવી રાખી હતી. તેણે ચોથો સેટ પણ 6-4નામાર્જિનથી જીતી લીધો હતો. જોકે, પહેલા 2 સેટ ગુમાવ્યા પછી, નડાલને તેની ગતિ અને શાનદાર લય મળી ગઈ હતી અને તે મેદવેદેવને હંફાવતો જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.