Abtak Media Google News

મગફળીનું સેમ્પલ ફેલ નહીં કરવા રૂ  હજાર લેતા રંગે હાથે .સી.બી. ના સકંજામાં સપડાયા

કલ્યાણપુર તાલુકાના ભાટીયા યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડુતને મગફળીનું સેમ્પલ પાસ કરવા માટે ૩ હજારની લાંચ માંગનારા નાફેડના કોન્ટ્રાકટરના કર્મચારી અને તેના સાગરીતને એસીબીએ લાંભ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.કલ્યાણપુરના ભાટીયા  યાર્ડમાં મગફળી વેચવા આવ્યા હતા. ત્યારે નાફેડની કોન્ટ્રાકટર એજન્સી કે.એમ. સિકયુરીટીના કર્મચારી રેવતલાલ ઉર્ફે રાહુલ ચંપકલાલ રાણા નામના શખ્સે મગફળીના સેમ્પલ પાસ કરવા હોય તો રૂ ત્રણ હજાર આપવા પડશે. નહિતર મગફળી સેમ્પલ પાસ નહિ થાય તેવું  ખેડુતને કહીને તાકીદે રૂ ત્રણ હજાર ની લાંચ આપવા દબાણ કર્યુ હતું. દરમિયાન ખેડુતે આ અંગે રાજકોટ એસીબીમાં ફરીયાદ કરી હતી. મંગળવારે ખેડતુ લાંચની રકમ લઇને ભાટીયા યાર્ડે પહોચ્યા હતા. જયાં લાંચ માંગનાર રાહુલ ચંપકલાલ રાણાનો સાગરીત સાંગારામ બાબુલાલ નામનો શખ્સ રૂ ત્રણ હજાર ખેડુત પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ રાજકોટના એ.સી.બી.ના મદદનીશ નિયામક  એચ.પી.દોશી અને પો.ઇન્સ ટાંક સહિતના સ્ટાફ દ્વારા સંગારામ બાબુલાલ નામનો કર્મચારીને ઝડપી લેવાયો હતો. એસીબીના સ્ટાફે નાફેડના કોન્ટ્રાકટ એજન્સીના કર્મચારીને પણ ઝડપી લીધાે હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.