Abtak Media Google News

નાગમતીના કિનારે આવેલું નાગેશ્વર શિવમંદીર શિવાલયમાં આવેલા ઇ.સ. ૧૬૧૦ અને ૧૬૧૪ના શિલાલેખો તેમજ આજુબાજુ આવેલા પાળીઆ અને ડેરીઓ મંદિરની પ્રાચીનતા ઉજાગર કરે છે.

Advertisement

નાગેશ્વર શિવમંદિરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. ઇતિહાસવિદોના કહેવા મુજબ રંગમતી-નાગમતી નદીના સંગમ તટ નજીક બિરાજતાં નાગેશ્વર મહાદેવના મંદિરમાં સંવત ૧૬૬૬ (ઇ.સ. ૧૬૧૦) નો એક અને સંવત ૧૯૭૦ (ઇ.સ. ૧૬૧૪) નો બે એમ મળી કુલ ત્રણ શિલાલેખ આવેલાં છે. જુનું નાગેશ્વરનું શિવાલય ક્રમશ : જીર્ણોધ્ધાર પામતું રહયું છે. જયારે હાલનું ભવ્ય અને વિશાળ શિવાલય સંવત ૧૬૭૦ ઇ.સ. ૧૬૧૪માં ભૂચરમોરીના સંગ્રામ બાદ જામ સતાજીના રાજય અમલ દરમિયાન બંધાયું છે.

નાગેશ્વરનું મોટુ શિવાલય જૈન મંદિરોના નિર્માણના સમયગાળામાં બંધાયું છે. શિવ મંદિરનું શિખર વૈષ્ણવ મંદિરોની ઘાટીનું છે. મુખ્ય શિખર આસપાસ અગણિત નાના શિખરોની હારમાળા ગોઠવીને ભવ્યતા લાવવાની સુંદર અને સફળ પ્રયત્ન કારીગરોએ કર્યો છે. નાગેશ્વર મંદિર પાસે આવેલા નાગદેવતા સહિત અન્ય પાળીઆ અને સમાધીની કેટલીક ડેરીઓ કોઇ મોટા યુધ્ધનું સૂચન કરે છે. શિવાલય પાછળ રાજકુટુંબની ગણાતી અનેક સ્ંભવાળી ખુલ્લી છતરડી પ્રકારની સભા મંડપ જેવી ડેરીઓ આવી છે. આી અહી આવેલા પાળીયા અને સતીની ખાંભીઓ જુદા-જુદા સમયની છે. એક માન્યતા અનુસાર ભૂચરમોરીનો સંગ્રામ નાગેશ્વર સુધી વિસ્તર્યો હતો, ભૂચરમોરીના યુધ્ધમાં મહાપરાક્રમ દાખવનાર શિવ ઉપાસક નાગડા વજીરની સમાધી પર ચણાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.