Abtak Media Google News

જામનગર રોડ પર આવેલા નાગેશ્વર પાશ્વનાથ હાઇટસમાં તરુણીને પાડોશી શખ્સે અગાશી પર બોલાવી મોબાઇલમાં પોર્ન વીડિયો બતાવી બળાત્કાર ગુજાર્યાની અને જાયિ સતામણી કર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બળાત્કારના ગુનામાં આરોપીની ધરપકડ કરી છે.

પાશ્વનાથ હાઇટસના યુવકે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમ સંબંધ બાંધી નવરાત્રી દરમિયાન અગાશી પર લઇ જઇ બળાત્કાર ગુજાર્યો

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલા નાગેશ્વર પાશ્વનાથ હાઇટસમાં સી વીંગમાં રહેતા જેનીલ અતુલ સવાણી નામના શખ્સે પોતાના પાડોશીની 15 વર્ષની સગીર પુત્રીને પાશ્વનાથ હાઇટસની એ વીંગની અગાશી પર બોલાવી પોતાના મોબાઇલમાં પોર્ન વીડિયો બતાવ્યા બાદ તરુણીની જાતિય સતામણી કરી દુષ્કર્મ આચર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.આઇ. એસ.એસ.રાણા, પી.એસઆઇ વી.એચ.પરમાર, રાઇટર હીરાભાઇ રબારી, હેડ કોન્સ્ટેબલ ખોડુભા જાડેજા અને મહેશભાઇ કછોટ સહિતના સ્ટાફે જેનીલ અતુલ સવાણી સામે પોકસો અને બળાત્કાર અંગેનો ગુનો નોંધી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

તરુણી અને પાડોશી જેનીલ સવાણી ગત તા.19 નવેમ્બરના રોજ અગાશી પર વાત ચીત કરતા તરુણીના કાકા જોઇ જતા તેને પોતાના મોટા ભાઇને વાત કરતા પરિવારના સભ્યો જેનીલ સવાણીને ઠપકો  દેવા ગયા ત્યારે ઝઘડો થતા પોલીસમાં ફોન કરી પીસીઆર બોલાવી હતી. ત્યારે ઝઘડો થયા અંગેની અરજી આપ્યા બાદ તરુણીએ પોતાના પિતાને જેનિલ સવાણી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને અવાર નવાર અગાશી પર મળતા હોવાનું જણાવ્યું હતું. અને ગત તા.22 ઓકટોમ્બરે જેનિલ સવાણીએ તેના મોબાઇલમાંથી પોર્ન વીડિયો બતાવ્યા બાદ પોતે લગ્ન કરશે તેમ કહી દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવતા તરુણીના પિતાએ જેનિલ સવાણી સામે પોકસો અને બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.