Abtak Media Google News

તા. 6 એપ્રિલ 1930ના રોજ દાંડી સમુદ્ર કિનારે મહાત્મા ગાંધીએ એક ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજો સામે અસકાર આંદોલન શરૂ કર્યું હતું. આ પ્રસંગને યાદગાર બનાવવા ભારતીય ટપાલ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા સ્પેશિયલ કવર જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છ પોસ્ટલ રીજનલ ઓફિસ રાજકોટ ખાતે પોસ્ટ માસ્તર જનરલ રાજકોટ તથા ઇન્ચાર્જ ચીફ પોસ્ટ માસ્તર જનરલ ગુજરાત સર્કલ  બી. એલ.સોનલ તેમજ અતિથિ વિશેષ મહાત્મા ગાંધી મ્યુઝિયમના પ્રોજેક્ટ મેનેજર  બી.એલ.કાથરોટીયા તથા નવસારી જિલ્લાના દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતેથી  રાકેશભાઈ દેસાઈ, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસના એસ. શિવરામ દ્વારા આ સ્પેશિયલ કવર જાહેર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભારત સરકાર દ્વારા હાલમાં નવી શરૂ કરેલી મહિલા સન્માન બચત પત્ર યોજનાના પ્રથમ 10 રોકાણકારોને પોસ્ટ માસ્તર જનરલ, રાજકોટ તેમજ મહાત્મા ગાંધી મ્યુઝિયમના પ્રોજેક્ટ મેનેજર   દ્વારા પાસબુક એનાયત કરવામાં આવી હતી તેમ આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ રાજકોટની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.