Abtak Media Google News

.જો તમે નોકરીની શોધ કરી રહ્યા છો તો તમારી માટે એક સારા સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે પોસ્ટ વિભાગમાં 10 પાસ લોકો માટે બમ્પર ભરતી બહાર પડી છે. પોસ્ટ વિભાગે દેશભરના વિવિધ રાજ્યોમાં બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવકની જગ્યા માટેની ભરતીની જાહેરાત કરતી નોટિફિકેશન બહાર પાડી છે.

જણાવી દઈએ કે યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે જેમાં કુલ 40,889 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે જેમાં કુલ 40,889 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

ગુજરાતમાં 2 હજારથી વધુ જગ્યા માટે ભરતી

પોસ્ટ વિભાગમાં 10 પાસ લોકો માટે બહાર પડેલ કુલ 40,889 જગ્યાઓની ભરતીમાં ગુજરાતમાં 2017 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે આવેદન કરનાર ઉમેદવાર માટે જરૂરી છે કે એમને ગણિત અને અંગ્રેજી વિષય સાથે 10મા ધોરણ ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

ઈન્ડિયા પોસ્ટની ભરતી માટેની અરજી પ્રક્રિયા

  • ભરતી માટે અરજી કરવા માટે પહેલા ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ gov.in પર જાઓ.
  • એ બાદ માંગેલ વિગતો સાથે નોંધણી કરો
  • આ પછી ભરતી માટે અરજી ફોર્મ ભરો.
  • આ થયા પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફી ચૂકવો
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને તેને ડાઉનલોડ કરો.આગળના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ કાઢી લો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.