Abtak Media Google News

 

Advertisement

  નંદાસણ સમાચાર

પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપાયો

Screenshot 14 7

નંદાસણ પોલીસ સ્ટાફ ને બાતમીના આધારે મહેસાણા તરફથી આવી રહેલ i10 ગાડી ની ઉપર બાજ નજર રાખી વોચમાં રહેલી પોલીસને બાતમી વાળી ગાડી નીકળતા નંદાસણ પોલીસ ગાડીને ઉભી રાખવાનો ઈશારો કરતા ગાડી પુર ઝડપે દોડાવી ગાડી દૂર મૂકી ગાડીમાં રહેલા શખ્સો ભાગી જવામાં સફળ રહ્યા હતા . પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી .

નંદાસણ પોલીસને માહિતી મળી હતી કે મહેસાણા તરફથી i10 ગાડી આવી રહી છે જે આધારે પોલીસ સ્ટાફના માણસો ગણેશપુરા બ્રિજ પાસે વોચ ગોઠવીને ઉભા હતા જે દરમિયાન i10 ગાડી આવતા જેને ઉભી રાખવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ ગાડી ચાલક રોડની સાઈડમાં ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો જે બાદ નંદાસણ પોલીસે ગાડીની તપાસ  કરતાં ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા પોલીસે ₹ 4,38,360 નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.

 કિશોર ગુપ્તા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.