Abtak Media Google News

આજે વિશ્વની કોઇ તાકાત ભારતની અવગણના કરી શકે તેમ નથી

ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા દેશમાં જ નહીં વિદેશોમાં પણ યથાવત છે એટલું  જ નહીં પરંતુ દિવસે ને દિવસે આ લોકપ્રિયતા વધી રહી છે તેમ જણાવતા સૌરાષ્ટ્ર  ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે અપ્રૂવલ રેટિંગ એજન્સીના  સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકપ્રિયતા ની દ્રષ્ટિએ વિશ્વના અનેક નેતાઓને પાછળ છોડી દઇ ભારતને દાયકાઓ બાદ વિશિષ્ટ ગૌરવ અપાવ્યું છે.. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સહિતના નેતાઓને  પાછળ છોડી દીધા છે અને ભારત હવે પોતાના નાગરિકો ના આત્મગૌરવ-સન્માન ની દ્રષ્ટિએ ટોચના રાષ્ટ્રોની હરોળમાં છે તે વધુ એક વખત પ્રસ્થાપિત કર્યું છે.

રાજુભાઈ ધ્રુવ એ જણાવ્યું છે કે વિશ્વના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ટોચ પર છે. કોરોના રોગચાળાને કારણે ઉભી થયેલી અસાધારણ પરિસ્થિતિ ની કટોકટી માં  તેના નિવારણ-ઉપચાર માટે વેક્સીનનું ઉત્પાદન-નિર્માણ અને ડોઝ દેવા નું સંચાલન,આવી કપરી પરિસ્થિતિ માં પણ લોકતાંત્રિક બંધારણીય મૂલ્યો-નિયમો નું પાલન  સાથે  શાસન વ્યવસ્થા મજબૂતાઈ સાથે જાળવવી અને નિયત સમયે  વિધાનસભા ચૂંટણીઓ યોજવી તે લોઢા ના ચણા ચાવવા જેવું અઘરું કામ છે તે ફરજ પણ એક મહાન અને વિશાળ અને અનેક વિવિધતાઓ ધરાવતા લોકશાહી ધરાવતા દેશ ના વડાપ્રધાન તરીકે તેમણે સુયોગ્ય રીતે સુપેરે બજાવી છે.

વિકાસ અને લોક કલ્યાણ ના આધારે ચૂંટણીઓ લડી અને વિજય પ્રાપ્ત કરી દેશ અને ભાજપની મજબૂત સ્થિતિ નિર્માણ કરવા જેવા કારણોસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વૈશ્વિક ઈમેજમા વધારો થયો છે. આ ઉપરાંત, થોડા સમય પૂર્વે નરેન્દ્રભાઈ મોદીએ  યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી 22000 થી વધુ યુવા ભારતીયોને ઘરે લાવવામાં સૌથી   વાસ્તવિક અને શક્તિશાળી નેતા તરીકે ની ભૂમિકા પણ યશસ્વી રીતે ભજવી હતી.

રાજુભાઈ વધુમાં એમ પણ જણાવ્યું છે કે જે રેટિંગ એજન્સીના સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા બન્યા છે તે મોર્નિંગ ક્ધસલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ હાલમાં ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, બ્રાઝિલ, જર્મની, ભારત, મેક્સિકો, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સરકારી નેતાઓની લોકપ્રિયતાનું  નિરીક્ષણ કરી રહ્યું છે. આ પ્લેટફોર્મ રાજકીય ચૂંટણીઓ, ચૂંટાયેલા અધિકારીઓ અને મતદાનના મુદ્દાઓ પર રીઅલ-ટાઇમ મતદાન ડેટા પ્રદાન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.