Abtak Media Google News

કેન્દ્ર સરકારના રાજયકક્ષાના કૃષિમંત્રી પુરૂષોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં ૧૦૮ દંપતીઓ નર્મદા કળશનું પુજન કરશે

રાજય સરકાર દ્વારા ગત ૧લી મેથી શરૂ કરવામાં આવેલું જળસંચય અભિયાનનું આવતીકાલે સમાપન થયું છે ત્યારે મહાપાલિકા દ્વારા આવતીકાલે રાંદરડા તળાવ ખાતે નર્મદા કળશ પુજન કરવામાં આવશે જેમાં ૧૦૮ દંપતીઓ પુજન કરશે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા આગામી ચોમાસા પહેલા રાજયનાં તમામ જળાશયો ઉંડા ઉતારી જળ સંગ્રહ શકિત વધારવાના શુભ હેતુસર રાજયભરમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત રાજકોટ મહાપાલિકા દ્વારા તળાવ ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના અનુસંધાને કાલે સવારના ૯:૦૦ કલાકે રાંદરડા તળાવ ખાતે ભારત સરકારના રાજય કક્ષાના કૃષિ મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાના વરદ હસ્તે નર્મદાકળશ પૂજનવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય રહેશે જયારે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

આ કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગરૂપે આજે મેયર ડો.જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ધારાસભ્ય અને શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરાએ રાંદરડા તળાવની સ્થળ મુલાકાત લીધી હતી અને કાર્યક્રમના આયોજન સંબંધે અધિકારીઓને જરૂરી સુચના આપેલ હતી. આ સ્થળ મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, શહેર ભાજપા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રાદડિયા, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન દેવુબેન જાદવ, કોર્પોરેટર અનિલભાઈ રાઠોડ, અશ્વિનભાઈ મોલીયા, પરેશભાઈ પીપળીયા, દક્ષાબેન ભેસાણીયા, સજુબેન કળોતરા, મહાનગરપાલિકાના નાયબ કમિશનર જાડેજા, નંદાણી, આસિ.કમિશનર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.