Abtak Media Google News

મનુષ્ય લાંબા સમયથી ચંદ્ર પર જવાનો પ્રયાસ કરી રહ્યો છે. સાથે સાથે ચંદ્ર પર મનુષ્ય જીવન શકય છે કે કેમ તે અંગે અનેકવિધ સંસ્થાઓ સંશોધન કરી રહી છે. ચંદ્ર પર હવાઈ વાતાવરણ નહીં હોવાના કારણે મનુષ્ય જીવન શક્ય નથી તેવા અહેવાલો આજદિન સુધી મળતા આવ્યા છે. પરંતુ હવા નહીં હોવા છતાં પણ ચંદ્રની સપાટી પર ડમરી ઉડી તે વાત સામે આવતા સંશોધનકારો પણ આશ્ર્ચર્યમાં મુકાયા છે.

વૈજ્ઞાનિકો એ જોઈને આશ્ચર્યમાં છે કેમકે ચંદ્ર પર હવા અને લિક્વિડ પાણી નથી. યુનિવર્સિટી ઓફ હવાઈના શુઆઈ લી અને તેમના સાથીઓને એવો ડેટા મળ્યો છે કે, આયરન ઓક્સાઈડ, હીમાટાઈટ સાથે મળતો આવે છે. તે એક પ્રકારનો કાટ હોય છે, જે ઓક્સિજન અને પાણીની હાજરીમાં બને છે. લીનું કહેવું છે કે, કાટ લાગવા માટે ચંદ્રનું વાયુમંડળ યોગ્ય નથી.

લોખંડમાં કાટ લાગવા માટે એક એક્સિડાઈઝરની જરૂર પડે છે, પરંતુ સૂર્યથી આવતી હવાના કારણે ચંદ્રની ધરતી પર હાઈડ્રોજન રહે છે, જે ઓક્સિડાઈઝરથી ઉલટું રિડ્યૂસર થાય છે. તે લોખંડમાં ઈલેક્ટ્રોન જોડવાના બદલે તેમાંથી ઈલેક્ટ્રોન કાઢે છે.

રિસચર્સનું કહેવું છે કે, ચંદ્ર પર જે ઓક્સિજન છે, તે ધરતીના વાયુમંડળથી પહોંચ્યો છે. ધરતીના ચુંબકીય ક્ષેત્રના કારણે આવું થયું છે. ધરતીના વિસ્તૃત મેગ્નેટિક ફીલ્ડના કારણે સૂરજમાંથી નિકળતી હાઈડ્રોજન ભરેલી હવા કાટ લાગતા રોકી શકતી નથી.

જ્યારે ચંદ્ર પોતાની કક્ષમાં મેગ્નેટોટેઈલ થઈને પસાર થાય છે, તો સૂરજમાંથી હાઈડ્રોજન તેના સુધી પહોંચી શકતો નથી અને કાટ લાગી જાય છે. રિસર્ચસ્રનું એવું પણ માનવું છે કે, ચંદ્ર પર રહેલો બરફ જ્યારે સ્પેસની ધૂળના સંપર્કમાં આવે છે, તો તે લોખંડ સાથે મળીને કાટ ઉત્પન્ન કરે છે. આ થિયરના આધાર પર એસ્ટરોઈડ્સ પર પણ હીમાટાઈટની હાજરીને સમજી શકાય છે. જોકે, તેને લઈને હજુ રિસર્ચની જરૂર છે.

ચંદ્ર પર રહેલા દ્રવ્યોને આધારે સંશોધનકારો અનેકવિધ તારણો કાઢી રહ્યાં છે. તેમજ અનેકવિધ ઉપગ્રહો છોડીને સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કે, ચંદ્રમાં રહેલા દ્રવ્યો પાણી અને જરૂરી વાતાવરણ ઉભુ કરી શકવા સક્ષમ છે કે કેમ તે અંગે લીએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં અમે વધુ એક ઉપગ્રહ છોડીને આ અંગે સચોટ તારણ મેળવી શકીશું અને ત્યારબાદ જ ખ્યાલ આવશે કે ચંદ્ર ઉપર ખરા અર્થમાં વાતાવરણનું પળ છે કે કેમ અને પૃથ્વીના ઉપરી વાતાવરણમાંથી ઓક્સિઝન સહિતના વાયુઓ ચંદ્ર સુધી પહોંચાડી શકાશે કે કેમ તે અંગે તારણ મેળવવા હાલ વિશ્ર્વની અનેકવિધ સંસ્થા અને સંશોધનકારો પ્રયત્નશીલ છે. ઉલ્લેખનીય બાબત છે કે, ચંદ્ર ઉપર ડમરી ઉડતા ફરીવાર સંશોધનકારો હરકતમાં આવ્યા છે અને ક્યાંક હકારાત્મક અભિગમ દેખાઈ રહ્યો છે કે, ચંદ્ર ઉપર પણ માનવ જીવન શકય હોય શકે. પરંતુ હાલ કોઈપણ તારણ કાઢવું અશક્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.