Abtak Media Google News

સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા.13ને મંગળવારથી જમીન સંવર્ધન અને સંરક્ષણ હેતુ માટે રાષ્ટ્રવ્યાપી જળ અભિયાનનો પ્રારંભ થશે. 13 એપ્રિલથી જમીન સંવર્ધન અને સંરક્ષણ હેતુ રાષ્ટ્રવ્યાપી જન અભિયાન માહિતી આપતા અખીલ ભારતીય માર્ગદર્શક મંડળનાં સદસ્ય તેમજ સેોરાષ્ટ્ર પ્રાંત ગ્રામીણ વિકાસનાં પ્રમુખ મનોજભાઈ સોલંકીએ જણાવ્યું હતુ કે, જમીન સંરક્ષાણ અને સંવર્ધન માટેનાં રાષ્ટ્રીય સ્તરના એક જન અભિયાનનો પ્રારંભ ચૈત્ર શુકલ પ્રતિપદાના પાવન અવસર પર 13 એપ્રિલ ર0ર1ના રોજ થશે. આ અભિયાનને કૃષિ અને પર્યાવરણનાં ક્ષોત્રમાં કાર્યરત સંસ્થાઓ દવારા સંકલ્પીત કરવામાં આવેલ છે. અભિયાનનું મુખ્ય ધ્યેય, ભારતીય કૃષિ ચિંતન, જમીન સંરક્ષાણ અને સંવર્ધનની સંકલ્પનાઓને ખેતિના ક્ષોત્રમાં પુન:સ્થાપિત કરવાનો છે. આ અભિયાનમાં મુખ્યત્વે જમીન સંવર્ધન હેતુ જનજાગરણ ઉપરાંત ભારતીય કૃષિ ચિંતન અને જમીન સંવર્ધનને પ્રોત્સાહન આપવા સંબંધિત કાર્યક્રમો કરવામાં આવશે. અભિયાનનાં પ્રથમ ચરણનો સમયગાળો ત્રણ મહિના એટલે કે, ર4 જૂલાઈ ર0ર1 સુધીનો રહેશે.

આધુનિક ખેતીમાં જમીનનું સ્થાન માત્ર એક આર્થિક સ્ત્રોત છે. પિરણામ સ્વરૂપે આ આધુનિક સમયગાળા દરમિયાન આપણે જમીનનું સતત શોષણ ર્ક્યુ છે. જમીનમાંથી કાઢી લીધેલ પોષક તત્વોમાંથી બહુ ઓછા તત્વો પરત જમીનમાં રોપેલ છે. વર્તમાન સમયમાં આપણા દેશમાં 16.40 લાખ હેકટર જમીન કુપોષિત છે. જે આપણા કુલ ભેોગોલિક ક્ષોત્રનાં 30% છે.

ભારતનાં અનેક ખેડૂતોનાં અનુભવ કહે છે કે ખેતીમાં ખર્ચની માત્રા સતત વધી રહેલો છે અને જમીનની ઉપજક્ષામતા ઘટી રહી છે. જમીનની પાણી ધારણ કરવાની ક્ષામતા અને પાણીનું સ્તર મોટાભાગની જગ્યાએ ધટી રહેલ છે. કુપોષિત જમીનને કારણે માનવી પણ અનેક રોગોનો શિકાર થઈ રહેલ છે. આધુનિક ખેતિના વિતેલ વર્ષોમાં જમીન સંવર્ધનની સંકલ્પના પ્રત્યે આંખ આડા કાન કરેલ છે.

ભારતિય કૃષિ ચિંતન તેમજ તેમાં જણાવેલ જમીન સંવર્ધન ની પરીકલ્પનાને ફરી પ્રસ્થાપિત કરવાનો અત્યારે યોગ્ય સમય છે. જમીન સંવર્ધન તથા સંરક્ષાણ માટેનું રાષ્ટ્રીય સ્તરનું જન અભિયાન આ દિશામાં ઉઠાવાયેલ પ્રથમ પગલું છે. ભારતિય કૃષિ ચિંતનમાં જમીનને ધરતીમાતાથી સંબંધિત કરાઈ છે. આપણા પ્રાચિન ગ્રંથોમાં આના ઉદાહરણ સરળતાથી મળે છે. અથર્વેદમાં કહેવાયેલ છે કે માતા ભૂમિ પુત્રો અહં પૃથ્વિયા. જેનો ભાવાર્થ છે કે જમીન આપણી માતા છે અને આપણે તેના પુત્રો, કહેવાનો મતલબ એ છે કે જમીનના પોષણની વ્યવસ્થા કરવી એ આપણુ ર્ક્તવ્ય છે.

આ જનઅભિયાન છેલ્લા ચાર વર્ષોનાં કરાઈ રહેલ વ્યાપક ચર્ચા વિચારણાનું પિરણામ છે. ખેડૂતો સાથે, કૃષિ વૈજ્ઞાનિકો સાથેની પરામર્શ બેઠકો, કૃષિ વિષયક અનુભવોનાં લેખનની કાર્યશાળાઓ, ખેડૂતોનાં હિત માટે તથા ખેતીના ક્ષ્ોત્રમાં કાર્યાન્વિત સંસ્થાઓ સાથે પરામર્શ, વર્ષ ર018 માં જમીન સંવર્ધનની રાષ્ટ્રીય કોન્ફરન્સ વિગેરે થકી આ જન અભિયાન સંકલ્પિત કરવામાં આવેલ છે.

વર્તમાનમાં આ જન અભિયાન સંકલ્પિત કરવામાં આવેલ છે. આ જન અભિયાનનાં સંચાલનની જવાબદારી 33 સંસ્થાઓએ મળીને ઉપાડી છે. જમીન સંવર્ધન અને સંરક્ષ્ણ અર્થેના રાષ્ટ્રીય જન અભિયાનનો પ્રારંભ ભૂમિ પૂજન વિધિ થી થશે. આ વિધિવત ભૂમિ પૂજન સમગ્ર રાષ્ટ્રમાં, રાજયોમાં, જિલ્લાઓમાં, ગામોમાં તેમજ નગરોમાં કરવામાં આવશે.

આ બધી જગ્યાઓ પર વિધિવત “ભૂમિ પૂજન” ચૈત્ર શુકલ પ્રતિપદાના પાવન અવસર પર, 13 એપ્રિલનાં રોજ થશે. જમીનનું સંવર્ધન કરવું એ માત્ર ખેડૂતોની જવાબદારી નથી. આ જન અભિયાનની મુખ્ય સંકલ્પના એ છે કે, જમીન સંવર્ધન અને સંરક્ષાણ એ આપણે બધા ભારતીયોની સામૂહિક જવાબદારી છે, આથી આ જન અભિયાન ગામોમાં અને નગરોમાં પણ કાર્યાન્વિત થશે.

જમીન સંવર્ધન અને સંરક્ષાણ હેતુંના રાષ્ટ્રીય સ્તરનાં જન અભિયાનના સંચાલન માટે નવીદિલ્હીમાં કાર્યાલયની સ્થાપના કરવામાં આવી છે. અભિયાનનો દિશા નિર્દેશ હેતુ એક રાષ્ટ્રીય સ્તરનું માર્ગદર્શન મંડળ તેમજ સંચાલન સમિતિનું મંડળ બનાવવામાં આવેલ છે. ભારતનું માર્ગદર્શન મંડળ છે. જેમા આચાર્ય બાલકૃષ્ણજી, જગ્ગી વાસુદેવજી, કમલેશ પટેલ દા જી, સ્વામી અદશ્ય કાસિધ્ધેશ્ર્વરજી, ડો. ચિન્મય પંડયાજી તથા સંચાલન સમિતિમાં  જયરામભાઈ પટીદાર (રાષ્ટ્રીય સંયોજક-મધ્યપ્રદેશ), સુભાષ શર્મા (રાષ્ટ્રીય સહ સંયોજક – મહારાષ્ટ્ર), રામકૃષ્ણ રાજૂ (રાષ્ટ્રીય સહ સંયોજક – આંધ્રપ્રદેશ), વિશ્વજિત જયાણી (રાષ્ટ્રીય સહ સંયોજક – પંજાબ),  સંજીવ કુમાર (રાષ્ટ્રીય સહ સંયોજક – ઉતરપ્રદેશ), રચના કરવામાં આવેલ છે તથા સેોરાષ્ટ્ર પ્રાંતનાં સંયોજક તરીકે મેઘજીભાઈ હિરાણી, સહ સંયોજક કિશોરભાઈ ડાંગર, સદસ્ય ગોવિંદભાઈ ટીંબડીયા, દીલીપભાઈ

રાડીયા, મનસુખભચાઈ ચોપડા, ડો. કુમનભાઈ ખુંટ, મનસુખભાઈ કૈલા, વાલજીભાઈ આહિર, લક્ષ્મણભાઈ પંડયા, સુખદેવભાઈ વણોલ-કઠાડા અને વિજયભાઈ રાબડીયા છે. જયારે સેોરાષ્ટ્ર માર્ગદર્શક મંડળ તરીકે મુક્તાનંદ બાપુ (બ્રહમાનંદ ધામ ચાપરડા),  દેવપ્રસાદજી મહારાજ (આણદાબાવા સેવા સંસ્થા જામનગર), સ્વામી દેવચરણદાસજી સ્વામીનારાયણ મંદીર ભૂજ, ત્રિકમદાસ મહારાજ (મહંત સચ્ચિદાનંદ મંદીર અંજાર), સીતારામ બાપુ (મહંત શિવકુંજ આશ્રમ મોટાગોપનાથ ભાવનગર), સ્વામી આરૂણિ ભગત (અક્ષ્ાર મંદિર ગોંડલ), ડો. વલ્લભભાઈ કથીરયા (પૂર્વ ચેરમેન  કામધેનુ આયોગ રાજકોટ), મનોજભાઈ પી. સોલંકી (અધ્યક્ષ્ા અક્ષ્ાય કૃષિ પિરવાર માધાપર-કચ્છ), વિઠલભાઈ દુધાત્રા (પ્રદેશ પ્રમુખ ભારતીય કીશાન સંઘ ખંભાળીયા), વેલજીભાઈ ભૂંડીયા (માધાપર કચ્છ), ડો. બાલકૃષ્ણ જોષી નિવૃત (પ્રાધ્યાપક જુનાગઢ), માલદેભાઈ આહીર ઉપલેટાની સમિતિ બનાવવામાં આવી છે. આ કાર્યક્રમોમાં ખેડૂતો સામેલ છે કે જેઓ ભારતીય કૃષિ ચિંતન અને જમીન સંવર્ધનની સંકલ્પનાને પ્રત્યક્ષ્ારૂપે જમીન ઉપર સાકાર કરી રહ્યાં છે.  પ્ર. ગુણાકર 97194011311, 9319401131, [email protected] ભૂમિ અને સંરક્ષ્ાણ હેતુનું રાષ્ટ્રીય સ્તરનું જન અભિયાન કાર્યાલય, પ્રથમ માળ, બી.ડી. 37, શેરી નં 14, ફૈઝ રોડ, કરોલ બાગ, નવીદિલ્હી -110004 ખાતે છે. વધુ જાણકારી માટે મેઘજીભાઈ હીરાણી (સેોરાષ્ટ્ર પ્રાંત ગેો સેવા પ્રમુખ) મો. નંબર 94ર808117પનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.

પ્રથમ ચરણમાં શું શું કરાશે ?

અભિયાનના પ્રથમ ચરણમાં જમીન સંવર્ધનને પ્રત્યક્ષા સાકાર કરવાવાળા ખેડૂતોને સન્માનિત કરવા, જમીન સંવર્ધનની વિવિધ પધ્ધતિઓના પ્રયોગો આયોજીત કરવા, જે ખેડૂતો આ દિશામાં આગળ વધવા માંગે છે તેમને પ્રોત્સાહિત કરવા, નગરક્ષોત્રમાં વિવિધ હાઉસીંગ કોલોનીઓમાં જૈવિક-અજૈવિક કચરાને અલગ રાખવા તેમજ કોલોની ના જૈવિક કચરામાંથી જૈવિક ખાતર બનાવવું વિગેરે ગતિવિધિઓનું આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.