Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ટીમે હાલમાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ત્રણ મેચની ટી 20 શ્રેણીની પ્રથમ બે મેચ જીતી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાની બંને જીતમાં એક ખેલાડીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ખેલાડી છે અક્ષર પટેલ. રવીન્દ્ર જાડેજા ન હોય ત્યારે અક્ષર પટેલને ટી 20માં તક મળે છે પરંતુ આંકડાઓ પર નજર કરીએ તો અક્ષર પટેલને જાડેજા કરતાં પ્રાધાન્ય મળવું જોઈએ તે નથી મળ્યું.

Advertisement

બીજી ટી20માં દુબે અને જયસ્વાલની સટાસટીએ જીત આસાન કરી દીધી: અફઘાન સામે ભારતનો શ્રેણી વિજય : છેલ્લો મેચ 17મી જાન્યુઆરીએ રમાશે

બીજી તરફ જૂન મહિનામાં ટી20 વિશ્વકપ રમાવાનો છે. ત્યારે ભારતીય ટીમનું ચયન કરવું ખુબજ કપરું સાબિત થઈ રહ્યું છે. વિશ્વકપ પૂર્વે રોહિત અને વિરાટને ટી20 માં રમાડવા માટે સિલેકસન કમિટી દ્વારા મથામણ કરવામાં આવી હતી. પરંતુ ખરા અર્થમાં સીનીયર અને દીગજ ખેલાડીઓએ હવે નવોદિતો માટે જગ્યા કરવી જરૂરી છે. અફઘાનીસ્તાન સામેની ટી20 શ્રેણીમાં શિવમ દુબે દ્વારા જે સટાસટી બોલાવામાં આવી તેને જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે તે ટી20ની વિશ્વકપ ટીમ માટે તે પ્રબળ દાવેદાર છે અને તેને પૂરતી તક પણ મળવી જોઈએ.

ભારતીય ટીમે અફઘાન ટીમ સામે સતત બે મેચ જીતીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. આઇસીસી ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારત માટે આ છેલ્લી સિરીઝ છે અને યુવા ઓપનરે તેમાં ધૂમ મચાવી હતી. વીરેન્દ્ર સેહવાગ કરતા પણ ખતરનાક આ બેટ્સમેન ભારતની જીતની ગેરંટી બનીને આવ્યો છે. અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભૂતપૂર્વ કેપ્ટન ગુલબદ્દીન નાયબની ફિફ્ટીની મદદથી મહેમાન ટીમ 20 ઓવરમાં 172 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. મોટું દેખાતું ટાર્ગેટ ભારતના યુવા વિસ્ફોટક ઓપનરની ઈનિંગથી નાનું લાગ્યું હતું..

200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવીને તેણે ટીમની જીતનો પાયો નાખ્યો અને ભારતે માત્ર 15.4 ઓવરમાં મેચ જીતી લીધી.ભારતીય ટીમે પ્રથમ ઓવરમાં જ કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલીએ 5 ચોગ્ગા સાથે 29 રન ફટકારી ટીમના સ્કોરને મજબૂત બનાવવા માટે યોગદાન આપ્યું હતું.. કોહલી-યશસ્વી જયસ્વાલ વચ્ચે 57 રન અને શિવમ દુબે-યશસ્વી જયસ્વાલ વચ્ચેની 92 રનની પાર્ટનરશિપને કારણે ભારતીય ટીમની જીત નિશ્ચિત થઈ હતી. યશસ્વી જયસ્વાલે 27 બોલમાં અને શિવમ દુબેએ 22 બોલમાં તોફાની ફિફ્ટી ફટકારી હતી. શિવમ દુબે 63 રન અને રિંકુ સિંહ 9 રન સાથે અણનમ રહ્યા હતા. ભારતીય ટીમે 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન સાથે 173 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ પહેલાં ભારતીય ટીમે મોહાલીમાં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. બન્ને ટીમો વચ્ચે ત્રીજી એટલે કે છેલ્લી ટી20 મેચ 17 જાન્યુઆરીએ બેન્ગલોરમાં રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.