Abtak Media Google News

ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને બીચ ફેસ્ટિવલ ગુજરાતની આવકમાં મોટો વધારો થયો હોવાનો દાવો સરકારે કર્યો છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના દાવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવથી સ્થાનિક પતંગ ઉદ્યોગને 1800 કરોડની આવક થવા પામી છે.

Advertisement

પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવમાં વિદેશી પ્રવાસીઓ NRI અને સ્થાનિક મળીને કુલ 31 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનો પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જવાબ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં છેલ્લા ત્રણ વર્ષમાં 38 સ્થળોએ આયોજન કરવામાં આવ્યું. જેમાં દેશ-વિદેશના 1750 પતંગબાજોએ ભાગ લીધો અને 12 લાખ લોકોએ આ પતંગોત્સવમાં માણ્યો.

2018માં બીચ ફેસ્ટિવલ ત્રણ સ્થળોએ ઉજવવામાં આવ્યો જેમાં 1.71 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી. સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત 50 કરોડના ખર્ચે નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય સુવિધાઓની કામગીરી પ્રગતિમાં છે અને અત્યાર સુધીના 2.75 લાખ થી વધારે લોકોએ મુલાકાત લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.