Abtak Media Google News

દામનગર શહેર ની  વર્ગ ધરાવતી  એન સી પી ના ૧૮ અને ભાજપ ના ૬ સભ્યો  એમ કુલ ૬ વોર્ડ ની ૨૪ બેઠકો વાળી નગર પાલિકા ના પ્રમુખ ની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં નવા પ્રમુખ બનવા ના અનેકો દાવા વચ્ચે ભારે ખેંચતાણ ચાલતી હતી છેલ્લા બે દિવસ થી નગર પાલિકા ના ૧૫ સદસ્યો અજ્ઞાત વાસ માં છે.

તા ૨૭/૯  ના રોજ ચૂંટણી યોજવા ની છે ત્યારે ૨૪ સભ્ય માં થી ચાર થી વધુ સભ્યો પ્રમુખ પદ માટે દાવેદારી માટે ઘણા દિવસો થી કરસત કરી રહ્યા હતા અઢી વર્ષ એસી અનામત બેઠક ની મુદત પૂર્ણ થતાં અઢી વર્ષ જનરલ બેઠક ના પ્રમુખ પદ માટે એન સી પી ની નગર પાલિકા માટે બંને રાજકીય પાર્ટી ઓ એ ભારે મહેનત કરી ભાજપ અને કોંગ્રેસ પાર્ટી માં થી ભાજપ ની છ બેઠક અને એન સી પી ની અઢાર બેઠકો વાળી નગર પાલિકા માં કોંગ્રેસ પક્ષ ની એક પણ બેઠક ન હોવા છતાં અત્રે કોંગ્રેસ પાર્ટી એ પંદર સભ્યો ને અજ્ઞાત વાસ માં લઇ જઈ અમરેલી જિલ્લા કોંગ્રેસ ના એક અગ્રણી દામનગર નગર પાલિકા માં કોંગ્રેસ નું શાસન સ્થાપિત કરવા શામ દામ દંડ ભેદ ની નીતિ અખત્યાર કરી છે મોટી રકમ થી નગરપાલિકા સદસ્યો ની ખરીદી કરાય હોવા ની ચર્ચા એ ભારે જોર પકડ્યું છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.