Abtak Media Google News

જુનાગઢમાં પાંચ મહિના અગાઉ થયેલા મજેવડી કાંડના કાવતરા અંગેના આરોપી એવા જુનાગઢ મનપાના નગરસેવક અદરે અદ્રેમાન પંજાની પોલીસે ધરપકડ કરી હતી. તા.13 ડિસેમ્બરના કોર્ટે રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપી અદ્રેમાન પંજાની તપાસ અને પૂછપરછ આદરી હોવાનું પોલીસ વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

સોરઠના ચકચારી મજેવડી કાંડના કાવતરમાં ઝડપાયેલા

છ માસ પૂર્વ દબાણ હટાવ મુદ્ે ટોળા દ્વારા સરકારી અને ખાનગી વાહનમાં તોડફોડ કરી પોલીસ પર પથ્થરમારામાં રાહદારીનું મોત નિપજ્યું’તુ

ગત જુન માસમાં જુનાગઢના મજેવડી દરવાજા પાસે દરગાહ મુદ્દે ટોળું એકઠું થયું હતું અને બાદમાં ઉગ્ર બનેલા ટોળાએ સરકારી અને અન્ય વાહનોમાં તોડફોડ કરી, પોલીસ ઉપર પથ્થરમારો અને હુમલો કરી દેતા મામલો બન્યો હતો. આ દરમિયાન રાહદારી વાહન ચાલકનું પણ મોત થવા પામ્યું હતું. જે અંગે પોલીસે ફરિયાદી, તપાસ આદરી બની આ ગુનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ આદરી હતી. જેમાં જુનાગઢ મનપાના કોર્પોરેટર અદ્રેમાન પંજાનું નામ ખુલતા પોલીસે તેમને પકડવા કવાયત હાથ ધરી હતી. પરંતુ છ મહિના દરમિયાન અદ્રેમાન પંજા પોલીસને હાથ લાગ્યા ન હતા. ત્યારે ગત શનિવારે અદ્રેમાન પંજાને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ એ શોધી કાઢી ઝડપી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, રિમાન્ડની માંગણી સાથે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તારીખ 13 ડિસેમ્બર બપોરના ચાર વાગ્યા સુધીની અદ્રેમાન પંજાની પોલીસ રિમાન્ડ મંજૂર કરી હતી.

આ અંગે આ બનાવની તપાસ કરી રહેલા જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઇ. જે.જે. પટેલના જણાવ્યા અનુસાર, જુન માસમાં મજેવડી દરવાજા નજીક પોલીસ ઉપર થયેલા હુમલાઓ અને સરકારી વાહનમાં તોડફોડ તથા આ તોફાન દરમિયાન એક વ્યક્તિના થયેલ મોત અંગે  પકડાયેલા આરોપી અદ્રેમાન અલારખાભાઈ પંજાનું તપાસ દરમ્યાનના નામ ખોલ્યુ હતું ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના આઇપીસી કલમ 302, 307 સહિતના ગુના સબબ શનિવારે આરોપી અદ્રેમાન પંજાને એલસીબી એ પકડી પાડી, કોર્ટમાં રજૂ કરતા તેમના 13 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે આરોપી અદ્રેમાન પંજા છ મહિના દરમિયાન ક્યાં ક્યાં છુપાયેલ હતા ? કોને કોને મળેલ હતા ? તે સાથે મજેવડી દરવાજા ખાતે સર્જાયેલા બનાવા પહેલા મીટીંગો ભરી હતી તેમાં કોણ કોણ હાજર હતા ? તે સહિતની વિવિધ બાબતે તપાસ આદરી છે. તથા આ બનાવ વખતે ઉપયોગમાં લેવાયેલા લાકડી, પાઇપ, પથરો ક્યાંથી લાવવામાં આવેલ ? તેમજ બનાવવામાં જુનાગઢ બહારના કોઈ ઇસમો સંડોવાયેલા હતા કે કેમ ? તે અંગે પણ પૂછપરછ અને તપાસ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.