Abtak Media Google News

નવી Bajaj Pulsar N150 અને Pulsar N160 લોન્ચ , તેના કિમત અને ફીચર છે શાનદાર

1 3

Bajaj Pulsar એન 150 અને Bajaj Pulsar એન 160: બજાજ ઓટોએ ભારતમાં અપડેટેડ પલ્સર એન 150 અને બજાજ પલ્સર એન 160 રજૂ લોન્ચ કરી છે. 2024 Bajaj Pulsar N150 ની કિંમત રુ. 1,17,677 રૂપિયા છે. જ્યારે, 2024 Bajaj Pulsar N160 ની કિંમત રુ.1,30,560 રૂપિયા છે.

2 2

2024 Bajaj Pulsar N150 અને પલ્સર N160 લૉન્ચઃ બજાજ ઑટોએ ભારતમાં અપડેટેડ પલ્સર N150 અને પલ્સર N160 રજૂ કર્યું છે. 2024 Bajaj Pulsar N150 હવે બે રંગોમાં જોવા મળે છે જેવા કે બ્લેક અને વાઈટ. તેની કિંમત રુ. 1,17,677 રૂપિયા છે. જ્યારે, 2024 Bajaj Pulsar N160 ત્રણ રંગ મા જોવા મળે છે જેવા કે કાળો ,સ્કાય બ્લુ અને લાલ .તેની કિંમત રુ. 1,30,560 રૂપિયા છે. જેમકે, આ બાઈકનું બુકિંગ શરૂ થઈ ગયું છે પરંતુ આવતા અઠવાડિયામાં તેની ડિલિવરી આપવા ની પણ શરૂ થઈ જશે.

3 3

2024 Bajaj Pulsar N150 અને Pulsar N160 હવે ડિજિટલ (LCD) ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરથી સજ્જ છે, જે બ્લૂટૂથ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તેના પર કોલ, બેટરી લેવલ, મોબાઈલ સિગ્નલ સ્ટ્રેન્થ અને મોબાઈલ નોટિફિકેશન એલર્ટ જેવી માહિતી ઉપલબ્ધ તેજ સાથે તેમાં સ્વિચ ક્યુબ પર આપેલા બટન વડે કૉલનો જવાબ આપી અને ડિસ્કનેક્ટ પણ કરી શકાય છે.

4 2

વધુમાં, 2024 Bajaj Pulsar N150 અને Pulsar N160 ને નવા રંગો અને બોડી ગ્રાફિક્સ સાથે જોવા મળશે. આ વિઝ્યુઅલ અપડેટ્સ હોવા છતાં, ડિઝાઇન અને એન્જિન વિશિષ્ટ તાઓમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો નથી. નવા પલ્સર N150માં સમાન (149.68cc) એન્જિન છે, જે (14.3bhp) પાવર અને (13.5Nm) ટોર્ક જનરેટ કરે છે, જે 5 – સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

5 1

બીજી તરફ, ન્યુ Pulsar N160 માં (164.82cc), DTS-I એન્જિન છે, જે (15.8bhp) મેક્સ પાવર અને (14.65Nm) પીક ટોર્ક જનરેટ કરે છે. ન્યુ Pulsar N160 પરંપરાગત ફ્રન્ટ ફોર્ક સેટઅપ ધરાવે છે.

6 3

2024 Bajaj Pulsar N150 અને Pulsar N160 બજારમાં સુઝુકી સાથે સીધી સ્પર્ધા કરી શકાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.