Abtak Media Google News
  • બાર અને બેન્ચ એકબીજાનો પર્યાય: લાંબા અને ટૂંકા ગાળાની યોજનાઓ બનાવી પ્રશ્ર્નનું સોલ્યુશન લાવવું જરૂરી
  • વ્યક્તિગત ગમા-અણગમા અને મતભેદો સાઇડ પર મૂકી એડવોકેટ થયા સંગઠીત: જૂથવાદમાં અમૂક વકિલો પોતાની ‘ખીચડી’ પકાવી રહ્યા

રાજ્યના કાયદા વિભાગ અને હાઇકોર્ટ દ્વારા સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને  આધુનિક અને નવી કોર્ટ બિલ્ડીંગ મળે તે માટે રૂપિયા 110 કરોડના ખર્ચે 14 એકર થી વધુ જમીનમાં વિશાળ સંકુલ બનાવવામાં આવ્યું હતું .જેમાં રાજ્યમાં પથમ વખત જિલ્લા કક્ષાની અદાલતનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે લોકાર્પણ કરવાનું રાજકોટના ફાળે ગૌરવ ગયું હતું . રાજકોટ વાસીઓના સીજીઆઇ ચંદ્રચૂડ  દ્વારા મો ફાંટ વખાણ કર્યા હતા. બાદ વકીલો ની બેઠક વ્યવસ્થા સહિતના મુદ્દે ચાલતા વિવાદ ઉકેલવા માટે વકીલો ની એકતા અને સંગઠિતતા હોવું જરૂરી હોવાનું હાલની સાંપ્રત પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે જો આ પ્રશ્ન નો ઉકેલ નહીં આવે તો બરોડા વાળી થાય તો નવાઈ નહીં

વખાણ કર્યા હતા.શહેરના નવનિર્મિત કોર્ટનું લોકાર્પણ થયા બાદ  ટેબલ રાખવાનો મુદ્દો ફરી ઉછળ્યો હોય તેમ વકીલો દ્વારા ટેબલ ગોઠવી દેવામાં આવતા ન્યાયાધીશો દ્વારા પોલીસને બોલાવવામાં આવતા વકીલોની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી રહ્યાને આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. વકીલોની ગરીમા સહિત મુદ્દે  સિનિયર જુનિયર વકીલો દ્વારા બારની ગરિમા નું ગૌરવ વધારે તે માટે એક જૂથ થયા હતા તેમજ બાર અને બેંચ એકબીજાનું પર્યાય હોવાથી બંને પક્ષે માન સન્માન જાળવવું જોઈએ. વકીલો વચ્ચે મત ભેદો હોઈ શકે પરંતુ મતભેદો નહીં  વકીલોએ વ્યક્તિગત ઘણા અણગમા સાઈડ પર મૂકી વકીલોનું હીત ધ્યાને લેવું જોઈ એ જેમાં આમને સામને આવેલા બાર  અને બેંચનો વિવાદ ઉકેલવા મંથન કરવામાં આવી રહ્યુ છે.

વકીલોને  ન્યાય આપવામાં નહીં આવે આ બાર એસોસિએશનના હોદ્દેદારો અને  સિનિયર જુનિયર વકીલો સહિતમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહી બાર ના ઠરાવને તમામ પેટાબારો અને સિનિયર જુનિયર વકીલો દ્વારા સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે તે વકીલોની એકતા અને અખંડ તીર્થ અખંડિતતાના દર્શન થયા છેનવા કોર્ટ બિલ્ડિંગમા ટબલા મુકવાનો વિવાદ શમી ગયા બાદ હવે ફરીથી ભડકો થયો છે. નવા કોર્ટ બિલ્ડિંગમાં નીચેના માળે ટેબલો મુકાઈ ગયા બાદ જગ્યા પેક થઈ જતા ઉપરના માળે જગ્યા ફાળવવા રાજકોટ બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત કરાઈ હતી, પરંતુ તેનો નિર્ણય હજુ સુધી લેવાથી ન હોય  વકીલોએ ઉપરના માળે ટેબલો ગોઠવી દેતા કમિટીમાં રહેલા ચાર જજો દોડી આવ્યા હતા અને જજો સાથે પરામર્શ દરમિયાન પોલીસ આવી ચડતા બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી ભડક્યા હતા અને ’અમે ગુંડાઓ છીએ પોલીસ શા માટે બોલાવી’ તેમ કહી નારાજગી વ્યક્ત કરી હતી.

સિનિયર વકીલો દ્વારા લાંબા અને ટૂંકા ગાળાની યોજનાઓ બનાવી સોલ્યુશન લાવવું જોઈએ પરંતુ અમુક વકીલો દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે  વકીલોને ઉશ્કેરી પોતાની ખીચડી પકાવતા જોવા મળે છે. એક સમયે રાજકોટ બારે સોસીએશનની દિલ્લી સુધી  નોંધ લેવાતી હતી પરંતુ આજના સમયે જૂથવાદ ના કારણે પ્રશ્નો સર્જાઇ રહ્યા છે વકીલો પોતાના સ્થાનિક પ્રશ્નો  ઉકેલવા માટે  કોર્ટ કાર્યવાહીથી અડધા રહેવુ પડે છે. આમાં હાઇકોર્ટ સહિત સર્કિટ બેંકની તો વાત તો દૂર રહી વકીલોમાં એકતા અને સંગઠિત નહીં થાય તો પ્રશ્નો બેચી દો બનતો જશે અને એક સમયે વકીલોએ બરોડા વાળી કરવી પડે તો નવાઈ નહીં આ મામલે બાર અને બેંચે બંને પક્ષે મળી ઘીના ઠામમાં ઘી પડી જાય તેવું ઘાટ સજર્વો જોઈ વકીલોએ

શું છે વકીલોની લાગણી અને માંગણી?

  • જૂની કોર્ટમાં વર્ષોથી ટેબલ ધરાવતા વકીલોને અગ્રતા
  • જુનિયર અને બહારગામથી આવતા વકીલોને પ્રાથમિકતા
  • ડ્રો સિસ્ટમથી જરૂરિયાતમંદને ટેબલની ફાળવણી
  • ખોટી રીતે મુકાયેલા ટેબલ દૂર કરવા
  • કોર્ટ સંકુલમાં નેટ કનેક્ટિવિટી
  • કેન્ટીન
  • ઝેરોક્ષની સવલત
  • સ્ટેમ્પ વેન્ડર

નવું બિલ્ડીંગ ચાલુ કરવા સમયે આપવામાં આવેલા વાયદાઓ પુરા ન થતાં વકીલોમાં રોષ ફાટી નીકળ્યો : દિલીપ પટેલ

વરિષ્ઠ ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, જયારે કોર્ટ બિલ્ડીંગનો નકશો બન્યો ત્યારે તાત્કાલિક જજ ગીતા ગોપી સાહેબ અને યુ ટી દેસાઈ સાહેબે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો પણ હાલના ડિસ્ટ્રિક્ટ જજ વાછાણીને વકીલો સાથે કોઈ વાંધો કે તકરાર હોય તેવું લાગી રહ્યું છે. જયારે ચીફ જસ્ટિસ આવવાના હતા ત્યારે તેમણે બધા સાથે હકારાત્મક અભિગમ દર્શાવી ઉદ્ઘાટન કરવાનું નક્કી કરેલ હતું અને એવુ કહ્યું હતું કે, ફકત ટેબલ નહિ પણ જેટલા પણ મુદ્દા છે તેનો ઉકેલ લાવીશું પણ એવુ બનેલ નથી. નવી કોર્ટમાં બેસવાની વ્યવસ્થા નથી, સ્ટેમ્પની વ્યવસ્થા નથી, કેન્ટીન નથી. અગાઉ યુનિટ જજ આવેલ હતા તેમણે અનેક વસ્તુનું માર્કિંગ કર્યું હતું પણ હાલના ડિસ્ટ્રિક્ટ જજે એ પણ માન્ય રાખ્યું નથી. વકીલો માટે હોલની માંગણી હતી તે પણ પૂર્ણ કરવામાં આવી નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ટેબલનો મુદ્દો ખોટેખોટો ડીસ્ટ્રીક જજ ઉપાડી રહ્યા છે.

સિનિયર વકીલોની કમિટી બનાવી અને તે કમિટી જે નક્કી કરે તે શિરોમાન્ય : અજય જોશી

એમએસીપી બારના પ્રમુખ અજય જોશીના જણાવ્યા અનુસાર ખરેખર કોઈ વિવાદ હોય તો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવું તે કોઈ વિકલ્પ નથી. ખરેખર આ મામલામાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની એક કમિટી બનવી જોઈએ અને તે કમિટી જે નિર્ણય લ્યે તેને માન્ય ગણવો જોઈએ. અગાઉ નક્કી થયેલું હતું કે, જૂની કોર્ટમાં જે વકીલો ટેબલ ધરાવતા હતા તેમને પ્રાથમિકતા આપવી. ત્યારબાદ બહારગામથી આવતા અને જુનિયર વકીલોને ટેબલ ફાળવવા જોઈએ અને આ મામલે સિનિયર વકીલોની ટીમ જે નિર્ણય કરે તેને માન્ય રાખવું જોઈએ.

જરૂરિયાતમંદ વકીલોને ડ્રો સિસ્ટમથી ટેબલ ફાળવવા જોઈએ : પિયુષભાઇ શાહ

વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષભાઇ શાહે જણાવ્યું હતું કે, બાર એસોસિએશને ટેબલ માટે જરૂરિયાતમંદ વકીલોની યાદી તૈયાર કરીને ડ્રો સિસ્ટમથી ટેબલ ફાળવવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, જનરલ બોર્ડમાં હડતાળ માટેનો ઠરાવ થયો હતો જેથી ઠરાવને માન આપવામાં આવ્યું હતું પણ હડતાળ કોઈ સમસ્યાનું નિરાકરણ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે ટેબલ પર નામ લખવામાં આવ્યા હોય તે નામ કાઢી નાખવા જોઈએ અને તમામ વકીલો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી કામ કરી શકે અને કામ પૂર્ણ થયે જગ્યા ખાલી કરી દેવી તે પ્રકારની વ્યવસ્થા પણ થઇ શકે તેમ છે.

ખોટી રીતે ટેબલ મુક્યા હોય તેમને દૂર કરી કાયદેસરની પદ્ધતિથી ટેબલની ફાળવણી થવી જરૂરી : સંજયભાઈ વ્યાસ

રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને હાલની ટેબલ અંગેની કમિટીના સભ્ય સંજયભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, જે લોકોએ ખોટી રીતે ટેબલ મુક્યા છે, કે જેમના ટેબલ જૂની કોર્ટમાં ન હતા અથવા તો એક ટેબલ ધરાવતા હોય અને નવી કોર્ટમાં 5-6 ટેબલ નાખી દીધા હોય તેમની પાસેથી ટેબલ પરત લઇ વકીલોના લિસ્ટ મુજબ બાર એસોસિએશને ટેબલ ફાળવવા જોઈએ. વધારાના ટેબલ દૂર કરવા જોઈએ અને 1250 વકીલો ળે ટેબલ માટે અરજી આવેલ છે તેમનો ડ્રો કરવો જોઈએ અને તે પ્રમાણે ટેબલ ફાળવવા જોઈએ. બહારગામથી આવતા અને ઓફિસ નહીં ધરાવતા વકીલોને પણ પ્રાથમિકતા મળવી જોઈએ.

જરૂરિયાતમંદ અને જુનિયર વકીલોને ટેબલમાં પ્રાથમિકતા આપવી જરૂરી : અર્જુનભાઈ પટેલ

રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ પટેલના જણાવ્યા અનુસાર કોર્ટમાં વિવાદને કોઈ અવકાશ નથી.વિવાદ અમુક ચોક્કસ સ્થાપિતો દ્વારા કરવામાં આવ્યા છે. અમુક લોકો એવુ કહી રહ્યા છે કે, કોર્ટ કેમ્પસમાં કોઈ સવલત નથી તે તદ્દન ખોટું છે. તેમણે જણાવ્યું હતું કે, કોર્ટ કેમ્પસમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે ટેબલ ફાળવી શકાય તેમ છે. જેમાં જરૂરિયાતવાળા વકીલો, જુનિયર વકીલ કે જેમની પ્રેક્ટિસને એક વર્ષથી માંડી 4 વર્ષ સુધીનો સમય થયો હોય, જેમની પાસે ઓફિસ ન હોય, જેમની પાસે બેસીને કામ કરવા માટેની જગ્યા ન હોય તેવા વકીલોને પ્રથમ ટેબલ આપવાની વ્યવસ્થા થવી જોઈએ.

અગાઉ જે પ્રમાણે બેઠક વ્યવસ્થા નક્કી થયેલ તે મુજબ પગલાં લેવાથી પ્રશ્ર્ન હલ થઇ જશે : સિદ્ધરાજસિંહ જાડેજા

રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ ઉપાધ્યક્ષ સિદ્ધરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બધા સિનિયર અને જુનિયર સાથે બેસીને વાત કરે તો બધું સારૂ થઇ જાય તેમ છે. વાદ-વિવાદ કર્યા વિના જ પ્રશ્ન હલ થઇ જાય તેમ છે. અગાઉ એવુ નક્કી થયેલ હતું કે, જે વકીલો વર્ષોથી જૂની કોર્ટમાં લોબીમાં બેસે છે તેમને પ્રાથમિકતા આપવી અને પછી બહાર બેસતા વકીલોને ટેબલ ફાળવવાનું નક્કી થયેલ હતું. તેમ છતાં કોર્ટની અંદર બેસતા વકીલોએ નક્કી કર્યું કે, પહેલા જુનિયર વકીલોને ટેબલ ફાળવવા જોઈએ. ત્યારબાદ લોબીના વકીલો અને ત્યારબાદ અન્ય જુનિયર વકીલોને ટેબલ ફાળવવાનું નક્કી થયેલ હતું. એ પ્રમાણે બી વિંગમાં લોબીની અંદર અને બહાર બેસતા વકીલોને ટેબલ ફાળવવામાં આવ્યા છે. હવે બાકીના વકીલો માટે જે તે સમયે જગ્યા નક્કી થયેલ હતી તે પ્રમાણે ટેબલ ફાળવવાની જરૂરિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.