Abtak Media Google News

એચ.એન.શુકલા કોલેજ આયોજીત સ્ટેટ લેવલ કોન્ફરન્સમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી હાજર રહ્યા: મેનેજમેન્ટ ઓફ એક્સિલન્સ વિશે માહિતગાર કરાયા

એચ.એન.શુકલ ઓફ કોલેજ દ્વારા આજરોજ સ્ટેટ લેવલ કોન્ફરન્સ-૨૦૧૭ નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એફ.ડી.ડી. હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ વિદ્યાર્થીઓને ઉંચાઈઓ સુધી પહોંચાડવાનું મોટુ માધ્યમ છે. જે અંતર્ગત સ્ટેટ લેવલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ ખાસ તો એસ.વાય અને ટી.વાય.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવા માટે યોજવામાં આવી હતી.સ્ટેટ લેવલ કોન્ફરન્સ એચ.એન.શુકલા કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલ ‚પાણી તેમજ ડીપાર્ટમેન્ટ ઓફ હેડ ડો.અસીત ભટ્ટ અને જય વસાવડા દ્વારા દીપ પ્રાગટય કરી શ‚આત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ સેશનના વકતા તરીકે જય વસાવડાએ મેનેજમેન્ટ ઓફ એકસીલન્સ પર વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને બીજુ સેશન બપોર બાદ ડો.હિતેષ શુકલ દ્વારા લેવાયું હતું. જેમાં લાઈફ લીશન્સ બીયોન્ડ કલાસ‚પ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. એચ.એન.શુકલા ગ્રુપ ઓફ કોલેજના પ્રેસીડન્ટ ડો.નેહલભાઈ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલભાઈ ‚પાણી અને કેમ્પસ ડાયરેકટર સંજયભાઈ વાઘરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં અને અનેક રીતે માહિતગાર કરવા આવી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સને સફળ બનાવવા ડો.આસીત ભટ્ટ, પ્રો.હિરેન મહેતા, ડો.અમીષા ઘેલાણી, પ્રો.શ્રદ્ધા કલ્યાણી અને મીતલ સામાણીએ જહેમત ઉઠાવી હતી.જય વસાવડાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને યુવાનો સાથે કામ કરવાની કશુંક વાવેતર કરવાની મજા આવે છે. હાલની પેઢી સપના જોતી પેઢી છે. નવી પેઢી પારદર્શક પેઢી છે આજની દુનિયા નકારાત્મકતા સ્વીકારી નથી શકતી. ભારત દેશ યુવાન છે. હાલ આપણી ૬૦ ટકાથી વધુ વસતી યુવાનની છે. યુરોપ, અમેરીકા, જાપાન બધા જ દેશો ઘરડા થતા જાય છે ભારત યુવાન થતો જાય છે અને યુવાનને જો આગળ જ વધવું હોય તો શ્રેષ્ઠત બનો શ્રેષ્ઠ નહીં બને યુવાન તો એમ જ ધકકો તો લાગશે.એચ.એન.શુકલા કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલ ‚પાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજની આ સ્ટેટ લેવલ કોન્ફરન્સ મેનેજમેન્ટ અને કોમર્સના વિદ્યાર્થી માટેનું આયોજન હતું અને છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ આગળના વર્ષોમાં પોતાની કારકિર્દી બનાવવા ઉચ્ચ અભ્યાસ ક્રમે જવાના છે એ વિદ્યાર્થીઓની સ્કીલ ડેવલોપ થાય તેના માટે સ્ટેટ લેવલ કોન્ફરન્સનું આયોજન
કરેલ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.