Abtak Media Google News

છેલ્લા પાંચ મહિનાથી પેન્ટ. શર્ટ, બ્લેઝર તથા ટાઇ વોર્ડરોબમાં ધૂળ ખાય છે, હાથરૂમાલ અને મોજાના સ્થાને હવે માસ્ક તથા પરફ્યુમના સ્થાને સેનિટાઇઝરની ખરીદી થઇ રહી છે.  કાર ગેરેજમાં છે, પેટ્રોલ ભરાવ્યુ નથી, અલબત જરૂર જ પડી નથી.  સામાપક્ષે રાતોરાત મોબાઇલના નેટપેક ડબલ કરાવવા પડ્યા બાકી હોય તો હાઇસ્પીડ વાઇફાઇ વધારાના વિકલ્પ તરીખે શરૂ કરાવવું પડ્યું છે..! આને આપણે ૨૧ મી સદીનું ન્યુ નોર્મલ કહી શકીએ. કારણ કે કદાચ હવે આપણું કોર્પોરેટ જગત આ રીતે કારોબાર કરવા ટેવાઇ જશે. અહીં સૌથી મોટો ચેન્જ ઐ દેખાય છે કે માનવજાત હવે પેટ્રોલ/ડિઝલ કે ફ્યુલના વપરાશ પરથી શિફ્ટ થઇને ઇન્ટરનેટ, વિડિયોકોલ, વેબિનાર અને ઓનલાઇન સ્ટડી તરફ વળી છે. આને આપણે દેશનું ડિજીટલાઇઝેશન પણ કહી શકીઐ.

લોકડાઉન અને કોવિડ-૧૯ તો એક સંયોગ છે જેના કારણે ડિજીટલાઇઝેશનને લોકોએ ઝડપથી સ્વિકારી લીધું અને આ દિશામાં દેશ ઝડપથી આગળ વધ્યો એમ કહી શકીએ. પરંતુ  દેશમાં ડિજીટલાઇઝેશનની શરૂઆત ૧૯૯૫માં જ્યારે વિદેશ સંચાર નિગમે ઇન્ટરનેટનો પ્રારંભ કર્યો ત્યારથી થઇ ગઇ હતી. ભારતમાં ૨૦૧૫ માં ડિજીટલ એડવર્ટાઇઝીંગનું માર્કેટ ૪૭ અબજ રૂપિયાનું હતું જે ૨૦૧૯માં ૧૬૦ અબજ રૂપિયા થઇ ગયું અને ૨૦૨૪ સુધીમાં તે ૫૩૯ અબજ રૂપિયાનું થઇ જવાની ગણતરી કોવિડ-૧૯ ના આગમન પહેલા જ થઇ ગઇ હતી. હવે લોકડાઉનથી બદલાયેલી લોકોની કારોબારની શૈલી આ માર્કેટનો વ્યાપ વધારવામાં ઉત્સેચકનું કામ કરશૈ.  ભારતની આઇ.ટી કંપનીઓઐ દેશના ઓદ્યોગિક ક્ષેત્રને અને દેશની ઇકોનોમીને  છેલ્લા એક દાયકામાં જે ગતિ ઐ વૈશ્વિક બજારમાં દોડાવ્યા છૈ તે ગતિ અન્ય કોઇ ઇન્ડસ્ટ્રી આપવાની કલ્પના પણ કરી શકે તેમ નથી.

કોવિડકાળની વાત કરીઐ તો જ્યારે માર્ચ-૨૦ તથા એપ્રિલ-૨૦ દરમિયાન આખા દેશમાં લોકડાઉન હતું ત્યારે ભારતનાં ક્રુડતેલના વપરાશમાં ૭૦ ટકાનો ઘટાડો થયો હતો. સામા પક્ષે આજ સમયગાળામાં વિડિયો ઓન ડિમાન્ડ તથા ઇન્ટરનેટ મારફતે ટેલિવિઝન તથા ફિલ્મ ડાઉનલોડ કરનારાની સંખ્યામાં ૨૪૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સૌથી રોચક વાત તો એ છે કે હવે જુન-૨૦ અને જુલાઇ-૨૦ માં કોવિડ-૧૯ વચ્ચે પણ દેશ ખુલી ગયો છૈ તેથી ક્રુડતેલના વપરાશમાં વધારો થયો છે. લોકડાઉન પહેલા ભારતની જે ક્રુડતેલની ખપત હતી તેના ૮૦ ટકા સુધીની ખપત થવા માંડી છે. પરંતુ સામા પક્ષે વિડિયો ઓન ડિમાન્ડ તથા ફિલ્મ તથા ટેલિવિઝનના ક્ધટેન્ટ ઇન્ટરનેટ દ્વારા ડાઉનલોડ કરનારાની સંખ્યા છેલ્લા ચાર મહિનામાં ૯૪૭ ટકા જેટલી વધી છે. એટલે કે સરકારે ડિજીટલ ઇન્ડિયાનાં ચલાવેલા પાંચ વર્ષ અભિયાનથી જેટલા લોકો ડિજીટલ સેવા તરફ ન વળ્યા તેના અનેક ગણા વધારે ચાર મહિનામાં કોવિડ-૧૯ ના ડર કે મજબુરીના કારણે વળ્યા છૈ. હવે કદાચ ક્રુડતેલનો વપરાશ નોર્મલ થાય અને કદાચ ન પણ થાય પરંતુ ડિજીટલ સેવા સાથે જોડાયેલા લોકો તેનાથી દૂર થવાના નથી.

મહારાષ્ટ્રની ખેડૂત સહકારી મંડળીઓ પોતાના ખેડૂતોને તેમની કૄષિ પેદાશનાં ભાવ ઓનલાઇન મળી શકે તે માટે ઓનલાઇન સુવિધાઓ લેતી થઇ છે, જો ઘરે બેઠેલો આર્કિટેક કે એન્જીનિયર સાઇટ ઉપર ગયા વિના બિલ્ડીંગ કે સ્ટેડિયમનુ કામ કરાવી શકતો હોય તો લોકો ડિજીટલ સુવિધા લેવાના જ છૈ.

ડિજીટાઇઝેશને દેશની ઇકોનોમીના બેરોમિટરો ઉપર પણ વિશેષ અસર કરી છે. ૧૯૯૫ ની સાલમાં નિફ્ટી-૫૦ માં ફાઇનાન્શ્યલ સર્વિસીઝ સેક્ટરનું વેઇટેજ ૧૮.૨ ટકા જેટલું હતું જે આજે વધીને ૩૩ ટકા જેટલું થયું છે કારણ કે ઓનલાઇન બેંકિંગ,મોબાઇલ બેંકિંગ તથા ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમના કારણે રોકડાનો વ્યવહાર ઘટતો જાય છૈ.

હાલમાં આઇ.ટી સેક્ટર દેશમાં સૌથી વધારે રોજગાર આપતી ટોચની ઇન્ડસ્ટ્રીઓમાં એક છે. આ સેક્ટરનું શેરબજારમાં બે દાયકા પહેલા નામોનિશાન નહોતું. આજે ઇન્ડેક્ષમાં ૧૬ ટકાનું વેઇટેજ ધરાવે છૈ.  ૨૦૧૮ ની સાલમાં ભારતનું ડિજીટલ ટ્રાન્સ્ફોર્મેશન માર્કેટ ૨૪.૫ અબજ ડોલરનું હતું જે ૨૦૨૪ સુધી સરેરાશ વાર્ષિક ૭૪ ટકાના દરે વિકસે તેવું અનુમાન મુકાયું હતું. હવે કોવિડ-૧૯ અને ન્યુ નોર્મલના ખ્યાલથી તે વધુ તેજ ઝડપે વધશૈ. કારણ કે ઇ-કોમર્સ તથા મેડિકલ ટ્રિટમેન્ટ હવે ડિજીટલ પ્લેટફોર્મ ઉપર આવશૈ,

ભારતમાં 5G નેટવર્ક ૨૦૨૦ માં શરૂ થવાની વાતો હતી પણ હવે ૨૦૨૧ સુધી આ સેવા શરૂ થાય તેમ લાગતુ નથી. ત્યાં સુધીમાં લોકો વિડીયો કોલની લાઇફથી ટેવાઇ જશે. જે બાકી રહેશૈ તેમને ૫ૠનેટવર્ક અંદર ખેંચી લાવશૈ. જો કે એક વાત નક્કી છૈ કે હવે ક્રુડતેલની જરૂરિયાત ઘટશે. મુકેશ અંબાણીઐ તેમના બિઝનેસનું ડિજીટલાઇઝેશન કરવાની રણનીતિ અમસ્તી જ નથી બનાવી..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.