Abtak Media Google News

Table of Contents

1981માં વિશ્વમાં પ્રથમવાર અને ભારતમાં 1986માં એચ.આઈ.વી. વાયરલ ગોવા મળ્યો હતો: એન્ટિરેટ્રોવાયરલ સારવાર ઘણી સફળ  થતા મોટાભાગના દેશોમાં પ્રમાણ ઘટયું છે:  દક્ષિણ આફ્રિકામાં 2010થી નવા કેસોમાં 51 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે

વૈશ્વિક સ્તરે એચઆઈવી સાથે જીવતી 82 ટકા સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ 2022માં સારવાર મેળવી રહરી છે; આને કારણે બાળકોમાં નવા ચેપમાં 58 ટકા ઘટાડો જોવા મળ્યો છે: છેલ્લા દોઢ દાયકામાં એઈડ્સ નિયંત્રણમાં સારા પરિણામો મળ્યા છે

ઘણા દેશોએ 2022 અને 2023માં હાનીકારક કાપડાઓ દૂર કર્યા છે, જેમાં  બાર્બાડોસ, એન્ટિગુઆ-બર્મુડા, કુક આઈલેન્ડસ સેન્ટકિટ્સ અને નેવિસ અને સિંગાપોરનો સમાવેશ થાય છે:  ધ પાથ ધેટ એન્ડસ એઈડસ જે ડેટાઅને  કેસ સ્ટડીઝ ધરાવતું હોવાથી એઈડ્સની નાબુદીની આશા વધી ગઈ છે

વિશ્વભરમા પ્રથમવાર  એચઆઈવી  વાયરસ 1981માં જોવા મળ્યો હતો જેનું આગમન ભારતમાં 1986માં થયું હતુ. આજે 42 વર્ષે  પણ મેડીકલ સાયન્સ તેની કોઈ ચોકકસ રસી કે  દવા શોધી શકયું નથી, હા છેલ્લા  બે દશકાથી  એન્ટીરેટ્રોવાયરલ સારવાર શરૂ થવાની વાયરસ સાથે જીવતા લોકોની જીવન શૈલી  ગુણવતા સુધરી છે,  પણ માનવ અધિકારોનું હનન અને ભેદભાવની ઘટના આજે પણ વૈશ્ર્વિકસ્તરે જોવા મળે છે. દર વર્ષે  1લી ડીસેમ્બરે એઈડ્સ દિવસ ઉજવાય છે પણ  તેના નવા ચેપનું પ્રમાણ ઘટતું જોવા મળતું ન હતુ છેલ્લા  બે દશકાથી  લોક જાગૃતિ ને કારણે ચેપમાં  50 ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. આફ્રિકાના દેશો બાદ ભારતમાં તેના વાહકો વધુ જોવા મળે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની એઈડ્સ  કંટ્રોલ પરત્વે કાર્યરત યુએન એઈડસ દ્વારા 2023નો નવો આંકડાકીય અહેવાલ બહાર પાડીએ છે, એ જોતા સારા પરિરામ મળવાની આશા જાગી છે. બે હજારની સાલમાં જ આગામી દશકમાં જ નાબુદીનો લક્ષ્યાંક આપેલો હતો. અહેવાલ મુજબ હવે 2030 સુધીમાં  એઈડ્સ આપણે સમાપ્ત કરી શકીશું એન્ટિરેટ્રોવાયરલ સારવાર નિ:શુલ્ક મળતલા હવે લગભગ  બધા દેશોમાં તેનું પ્રમાણ ઘટી રહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં 2010થી નવા કેસોમાં 51 ટકાનો  ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્ર્વિકસ્તરે એચઆઈવી સાથે જીવતી  82 ટકા  સગર્ભા અને  સ્તનપાન   કરાવતી સ્ત્રીઓ2020 સુધીમાં તેની સારવાર મેળવી રહી છે, જેને કારણે બાળકોમાં નવા ચેપનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત  ઘણા દેશોએ 2022-23માં હાનીકારક કાયદાઓ દૂર કર્યા છે.

એલજીબીટીકયુ પરત્વે  ના કાયદાઓમાં ફેરફારથી બાર્બાડોઝ,  એન્ટિગુઆ, બર્મુડા,  કુક આઈલેન્ડસ, સેન્ટકિટસ અને નેવીસ સિંગાપૂરે તેમાં ફેરફાર કરતા એઈડસ  નિયંંત્રણની પ્રવૃત્તિને  વેગ મળ્યો છે. આ બહાર પાડેલ નવો અહેવાલ સ્પષ્ટ  દર્શાવે છે કે  એઈડ્સનો અંત લવાવાનો સ્પષ્ટ માર્ગ છે, આમાર્ગ ભવિષ્યના રોગચાળા માટે તૈયાર કરવામાં અને તેનો સામનો કરવામાં અને ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવાની દિશામાં મદદ કરશે.

ગત વર્ષ  અંત સુધીમાં આંકડા મુજબ  વિશ્વમાં કુલ   39 મિલિયન લોકો એઆઈવી સાથે જીવી રહ્યા છે, જે પૈકિ 29.8 મિલિયન  લોકો એન્ટિરેટ્રોવાયરલ સારવારનો ઉપયોગ કરી રહ્યા હતા   ગત એક જ વર્ષમાં 1.3 મિલિયન નવા લોકો વાયરસથી સંક્રમિત થયા હતા 6 લાખ 30 હજાર લોકો એઈડસ સંબંધીત બિમારીથી  મૃત્યુ પામ્યા હતા વિશ્વમાં દર મિનિટે હાલ એક નવો વાહક જોવા મળે છે 10 મિલિયનથી વધુ લોકો હજી સારવારથી દૂર છે,  જેમાં અંદાજે  7 લાખ  જેવા ચેપ સાથે જીવતા બાળકોની સંખ્યા છે. આફ્રિકાના  સહારા પ્રાંતમાંદર વિકે 5 હજારથી વધુ યુવતીઓ ચેપનો શિકાર બને છે. નવા ચેપપૈકી 23 ટકા સંક્રમણ એશિયા અને પેસીફીકમાં હતા જયા અમુક દેશોમાં  નવા ચેપ ચિંતાજનક  રીતે વધી રહ્યા છે. પૂર્વ યુરોપ અને  મધ્યએશિયામાં 2010થી   49 ટકાનો વધારો  અને મધ્ય પૂર્વ અને  આફ્રિકામાં  2010થી 61 ટકાનો વધારો જોવા મળ્યો છે.

અમુક દેશોમાં તેના પ્રમાણ વધવાના કારણોમાં હાંસિયામાં  ધકેલાય ગયેલા વસ્તી, સારવારનો  અભાવ, દંડાત્મક કાયદાઓ, સામાજીક ભેદભાવો જેવા કારણોને  જવાબદાર ગણાય છે. આ ઉપરાંત  કોરોના બાદ 2022ના આંતરરાષ્ટ્રીય  સ્થાનીક એમ બંને સ્ત્રોતમાંથી એચઆઈવી માટેનું ભંડોળ ઘટી ગયું છે. 2022માં  8 બિલિયન હતુ જે ઘટીને આ વર્ષે  2023માં 3 બિલિયન કરતા પણ ઓછું છે. એઈડસ  નાબુદી માટે પુરાવા   આધારીત નિદાન-સારવાર, આરોગ્ય પ્રણાલી, ભેદભાવ વિનાના કાયદો લિંગ સમાનતા અને સશકત નેટવર્કની જરૂર છે, જોકે વિનામૂલ્યે  દવામાં 2010માં  7.7 મિલિયન થી વધીને  2022માં 29.8 મિલિયન  થઈ ગયું હતુ, જે એક સારી બાબત છે.

95-95-95ની વૈશ્ર્વીક મુવમેન્ટથી આજે  વિશ્વનાં  95 ટકા લોકો જાણે છે કે તેમને એઈડસ છે જે બીજાને ચેપ આપતા નથી દરકાર રાખતાં હોવાથી આ વાહકો એઈડસ નાબુદીમાં  શ્રેષ્ઠ સહયોગ આપી રહ્યા છે. આજના રિપોર્ટની થીમ  એક રસ્તો છે, જેના પર વિશ્વચાલીને 2030 સુધીમાં એઈડસને  નાબુદ કરી શકશે હવે તેની રોકથામ ટોપ ગીયરમાં ચલાવી પડશે, જોકે આવી પહેલ ઘણીવાર થઈ હતી પણ નિષ્ફળ જતી હોવાથી સંક્રમણ વધી જાય છે. સમગ્ર વિશ્વ એક ગંભીર અસ્તિત્વના ખતરાનો સામનો કરી રહ્યું છે. ત્યારે સૌની જવાબદારી છે કે એક જુટ થઈને તેને નાબુદ કરીએ.આરોગ્ય પર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે આવનારા  સાત વર્ષ પછી લક્ષ્યાંક  સિધ્ધ કરી શકશે.

એશિયા અને પેસિફિકની સ્થિતિ

2020ના અંતમાં એશિટા-પેસિફિક પ્રદેશોમાં  6 મિલિયન, પાંચ લાખ લોકો એચઆઈવી સાથે જીવી રહ્યા છે. જે વિશ્વના બાકી દેશો કરતા બીજી સૌથી મોટી સંખ્યા છે. ગત વર્ષે 3 લાખ નવા ચેપ સાથે દોઢ લાખ લોકો એઈડસ સંબંધીત બિમારીથી મૃત્યુ પામ્યા હતા. આ પ્રદેશોમાં કંબોડીયા, થાઈલેન્ડ જેવા 16થી વધુ દેશો લક્ષ્યાંક હાંસલ કરવાની નજીક પહોચી ગયા છે. ભાવી પેઢીને આપણે ફ્રિ એઈડ્સ વર્લ્ડ  આપવાનું  આપણી ફરજ છે, એઈડ્સ એક સામાજીક જવાબદારી છે તેની રોકથામ એ સૌનો સહિયારો પ્રયાસ છે.

‘ચાલો… સૌ સાથે મળીને એઈડ્સને અયકાવવીએ’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.