Abtak Media Google News

અમેરિકન મકાઈની વિવિધ આઈટમોનો ક્રેઝ ડોડાના વેપારથી હજારોને રોજગારી

બાળપોથીમાં એક પંક્તિ આવતી હતી ભાદરવામાં ભીંડા મકાઈ લોકો હશે ખાય… ચોમાસામાં દેશી ડોડા ખાવાની મજા ની મર્યાદા હવે દૂર થઈ છે મોસમનો તકાજો રહ્યો નથી અને દાંત વગરનાએ ખાઈ શકે એવા નરમ મકાઈના ડોડા હવે બારમાસી બની ગયા છે દેશી મકાઈના ડોડા નું નવું બાયો જેનીકલ વર્ઝન અમેરિકન મકાઈ ખાવામાં નરમ અને સ્વાદમાં અફલાતૂન હોવાથી દેશી ડોડાની જગ્યાએ વિદેશી કુળની રાજકુમારીની જેમ અમેરિકન મકાઈનો દબદબો વધતો જ જાય છે.અમેરિકન મકાઈના શેકેલા ડોડા વિવિધ જાતના સુખની વિશાળ રેન્જ બજારમાં ઉપલબ્ધ છે સૌરાષ્ટ્રમાં રાજકોટ નગરીને ખાવા પીવાના શોખીનો ની નગરી કહેવામાં આવે છે રાજકોટ યસ ખાવા પીવામાં ભારેખ અંતેલા ગણાય છે રાજકોટમાં મોટાભાગની બજારોમાં હવે લગભગ બારે મહિના અમેરિકન મકાઈ કાચી અને વિવિધ વાનગીઓ ભારે શાંતિ વહેંચાઈ રહી છે અમેરિકન મકાઈની આધુનિક ખેતી ખેડૂતોને બેવડો લાભ આપનારી બની છે માર્કેટિંગ યાર્ડમાં લગભગ બારે મહિના અમેરિકન મકાઈ આવતી જ રહે છે.

Advertisement

Dsc 1563

સ્વાદ સોડમ ની સાથે સાથે આરોગ્ય અને અનેક લાભ આપનારી અમેરિકન મકાઈ ખાવી અને ખવડાવી લાભકારક માનવામાં આવે છે અમેરિકન મકાઈ ના ગુણધર્મોમાં ફાયદા ઘણા છે કડાયાબીટીસના દર્દીઓ ઓછી માત્રામાં ઉપયોગમાં લઈ શકે છે. તેમાં રહેલું ફોલેટ નવા સેલ્સ સરળતાથી બનાવે છે. પ્રેગ્નેન્સી દરમિયાન ફાયદાકારક છે.અમેરિકન મકાઈ માંરહેલું પેન્ટોથેનીક એસીડ શરીરને રોજબરોજની કામગીરીમાં મદદરૂપ થાય છે. તેમાં રહેલું થીયામીન શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સ નિયમન કરે છે. મકાઈ કીડનીના રોગોથી પીડાતા લોકો માટે મદદરૂપ થાય છે. બીટા-ક્રીપ્ટોક્ષેનથીન ફેફસા માટે ઉપયોગી છે અને ફેફસાના કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે. ઇનસોલ્યુબલ ફાયબર્સ આંતરડા માટે ઉપયોગી છે. બેબી કોર્નમોટી મકાઈના ડોડા જેવા ખૂબ જ નાના અને કુમળા મકાઈના ડોડા આજકાલ માર્કેટમાં બધે જ મળે છે તેને મકાઈની જેમ છોલીને ડોડા સીધા જ વાપરવામાં આવે છે. તે શાક અથવા સલાડ તરીકે ખાઈ શકાય છે આ નાની મકાઈ ઓછી ફેટવાળી અને ઓછી સોડિયમવાળી હોય છે. તે કોલેસ્ટ્રોલ ફ્રી અને વિટામીન સીથી ભરપૂર છે. તેનો ઉપયોગ પ્રોટીન સાથે કરવામાં આવે છે. તે શરીરને એમીનો એસીડ બનાવી આપે છે.

Dsc 1576

100 ગ્રામ બેબીકોર્નમાંકેલેરી: 26 પ્રોટીન: 2.5 ગ્રામકાર્બોહાઇડ્રેટ 3.1 ગ્રામ

ફેટ: 0.4 ગ્રામફાયબર્સ 2.7 ગ્રામમકાઈ તેલપણઆજકાલ આપણે ત્યાં મકાઈનું તેલ પ્રચલીત થઈ રહ્યું છે.

તેમાં99% ટ્રાઇગ્લીસરાઇડ્સ આવેલાં છે. તેનો ઉપયોગ બાયોડીઝલ બનાવવામાં કરવામાં આવે છે. તે કોલેસ્ટેરોલ ઓછુ કરવામાં મહત્ત્વનું કામ કરે છે. તેમાં આવેલું ફાયટોસ્ટરોલ ( 100 ગ્રામમાં 968 મીલીગ્રામ) રીફાઇડ વેજીટેલ ઓઇલમાં સૌથી વધુ છે.કેલેરી100ગ્રામ તેલમાં900 ગેલેરીનું પોષણ હોવાથી અમેરિકન મકાઈ સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ અફલાતું રહે છે રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ રેસકોર્સ કોટેચા ચોક અમીન માર્ગ સહિતના વિસ્તારોને રાજકોટમાં શેરીએ છીએ અમેરિકન મકાઈ વેચાઈ રહી છે અને રાજકોટ ધૂમ ખરીદીને ખાય છે.

  • અમેરિકન મકાઈના શોખીનો માટે અવનવી રેસિપીઓનો ખજાનો

Dsc 1575

મકાઈના ડોડા ખાવાનો શોખ બાળકોથી એક જેવું હોય છે તેમાં પણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગામડાથી લઈને શહેરીજનોમાં ડુડાની સિઝનમાં અચૂક પણે મકાઈની મજા માણવામાં આવે છે હવે તો બારમાસી ધોરણે અમેરિકન મકાઈ ની વિવિધ આઈટમો બજારમાં ઉપલબ્ધ છે ત્યારે  મકાઈના સૂપ, દાણા, ચેવડો ,ભેળ ,બોઇલ, ફ્રાય ,રોસ્ટેડ કોર્ન જેવી વિવિધ આઈટમો રિદ્ધિ સિદ્ધિ મકાઈમાં સર્વ કરવામાં આવે છે સ્વાદની સાથે સાથે આરોગ્ય માટે ગુણકારી અમેરિકન મકાઈ હવે ભારતીયો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના સમાજ જીવનમાં એક રૂપ બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.