Abtak Media Google News

Ipoint Logo For Header 1 3

Advertisement

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૧૧૫૫.૧૨ સામે ૪૧૨૯૯.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૧૦૧.૫૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૧૧૪૮.૮૮ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૧૨૫.૭૦ સામે ૧૨૧૨૪.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૯૧.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૧૦૮.૫૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૪૦૫૬૨ ના મથાળેથી ખુલીને રૂ.૪૦૬૦૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૫૧૪ ના નીચા મથાળે નોંધાવી ૭૦ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૦૫૧૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX  સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૯૨૩ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૯૪૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૮૦૬ ના નીચા મથાળે નોંધાવી ૧૪૧ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૬૮૬૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના બીજા દિવસની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી પરંતુ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ચાઈનામાં ઘાતક નીવડી રહેલા કોરોના વાઈરસે અનેકનો ભોગ લેતાં અને આ વાઈરસ હજુ વધુ ઘાતક બનવાની  ચાઈનીઝ પ્રમુખ જિનપિંગની ચેતવણી બાદ કરોડો લોકો ચાઈનામાં અટવાઈ પડતાં અને હવે આ વાઈરસની ઝપટમાં અન્ય દેશોમાં પણ ચાઈનાના વુઆન પ્રાંતથી આવેલા લોકો અસરગ્રસ્ત બન્યા હોવાના અહેવાલો વચ્ચે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ચાઈનાનો કોરોના વાઈરસ વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારો પર હાવી રહ્યા સામે આજે બજેટની અપેક્ષાઓને બજારે ડિસ્કાઉન્ટ કરવા માંડી હતી. ચાલુ સપ્તાહમાં શનિવારે ૧,ફેબ્રુઆરીના રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પર્સનલ ટેક્ષ રેટમાં ઘટાડા, પ્રોપર્ટીના વેચાણ પરના લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી) નાબૂદ થવાની અને શેરો સહિત માટે એલટીસીજી માટે એક વર્ષને બદલે બે વર્ષ લોંગ ટર્મની વ્યાખ્યા કરવાની શકયતા અને ડિવિડન્ડ ટેક્ષ પાછો ખેંચાવાની અને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ(એસટીટી)માં ઘટાડાની બતાવાતી શકયતા સહિતના પરિબળો બજારે ડિસ્કાઉન્ટ કર્યા હતા.

Admin 1

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૯૫ અને વધનારની સંખ્યા ૯૯૩ રહી હતી. ૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૫૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક પરિબળથી વિશેષ હવે બજારની નજર આગામી દિવસોમાં ૧,ફેબ્રુઆરી ૨૦૨૦ના રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર મંડાઈ છે. આ વખતે બજેટમાં અનેક મોટા પ્રોત્સાહનોની અપેક્ષાએ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની લેવાલી વધતી જોવાઈ છે. જે આગામી દિવસોમાં પણ આરંભમાં જળવાઈ રહેવાની શકયતા સાથે ડેરિવેટીવ્ઝમાં હવે જાન્યુઆરી વલણનો અંત હોવાથી અને શનિવારે ૧,ફેબ્રુઆરીના કેન્દ્રિય બજેટના દિવસે પણ શેરબજારો ચાલુ રહેવાની હોવાથી આગામી દિવસોમાં ઈન્ડેક્સ બેઝડ મોટી અફડા – તફડી જોવાય એવી શકયતા છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૧૦૮ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૨૦૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૪૭ પોઈન્ટ થી ૧૨૧૮૮ પોઈન્ટ, ૧૨૨૦૨ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

લાર્સન લિ. ( ૧૩૪૪ ) :- રૂ.૧૩૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૭ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રક્સન સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૬૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

HDFC બેન્ક ( ૧૨૧૮ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૨૦૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૬૨૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.