Abtak Media Google News

Ipoint Logo For Header 1 4

તા.૨૮.૦૨.૨૦૨૦ ના રોજ….

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૯૭૪૫.૬૬ સામે ૩૯૦૮૭.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૮૫૫૧.૫૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૬૬૭.૯૩ ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૨૯.૨૫ સામે ૧૧૩૮૦.૦૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૨૬૫.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૩૦૩.૯૫ ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૨૬૭૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૨૭૪૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૨૪૫૬ ના નીચા મથાળે નોંધાવી ૨૩૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૨૬૧૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૦૧૦ ના મથાળેથી ખુલીને ૪૬૦૪૪ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૬૯૪ ના નીચા મથાળે નોંધાવી ૩૩૩ પોઈન્ટના ઘટાડે સાથે રૂ.૪૫૮૪૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત મંદી સાથે થઈ હતી. ચાઈનાથી ઉદ્દભવેલો કોરોના વાઈરસ વિશ્વભરને લપેટમાં લઈ રહ્યો હોઈ જાપાન, દક્ષિણ કોરિયા, ઈરાન, મિડલ ઈસ્ટ, ગ્રીસ, થાઈલેન્ડ સહિતના ૪૪ દેશોમાં પોઝિટીવ કેસોમાં નોંધાતાં અને હવે જાપાને આ વાઈરસના ઉપદ્રવને ફેલાતાં અટકાવવા દેશભરમાં સ્કુલો બંધ  કરવાનો નિર્ણય લેતાં એશીયા, યુરોપ, અમેરિકામાં ફફડાટની સાથે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ રહ્યું હોઈ વૈશ્વિક શેરબજારોમાં આજે અવિરત ધોવાણ થતું જોવાયું હતું. વૈશ્વિક બજારોની નરમાઈ સાથે ઘર આંગણે પણ આર્થિક ભીંસ વધી રહી હોવા ઉપરાંત નવી દિલ્હીમાં હિંસાની ઘટના તેમજ વિવિધ ઉદ્યોગોમાં મંદીની ભીંસ વધતાં ફંડોએ આજે ભારતીય શેરબજારોમાં માર્ચ વલણનો પ્રથમ દિવસે તોતિંગ કડાકો જોવા મળ્યો હતો. આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં ઇજઊના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મેટલ, રિયલ્ટી, ઈંઝ, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૦ અને વધનારની સંખ્યા ૨૩૫ રહી હતી, ૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ચાઈનાથી ઉદ્દભવેલો કોરોના વાઇરસની ચિંતાએ બજારને ફરી ધ્રુજાવ્યું છે. ચીન ઉપરાંત ઇટલી અને સાઉથ કોરિયા જેવાં બે મહત્ત્વનાં અર્થતંત્રોમાં કોરોનાના ફેલાવા બાદ હવે વિશ્વભરને લપેટમાં લઈ રહ્યો હોઈ જાપાન, દક્ષિણ કોરિયા, ઈરાન, મિડલ ઈસ્ટ, ગ્રીસ, થાઈલેન્ડ સહિતના ૪૪ દેશોમાં પોઝિટીવ કેસોમાં નોંધાતાં રોકાણકારો સેફ હેવન તરફ વળ્યાં છે. પ્રથમ ચીનના અર્થતંત્રમાં જ નેગેટિવ અસર જોવા મળશે તેવું હતું પણ જોકે હવે તે અન્યત્ર પ્રસરતાં વૈશ્વિક અર્થતંત્ર પર નોંધપાત્ર નેગેટિવ અસર જોવા મળશે તે નક્કી છે. કયા ક્ષેત્રમાં વૃદ્ધિદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે તેના પર નજર કરીએ તો ઓટો અને ઓટો એન્સિલિયરી, ફાર્મા, મેટલ્સ, એગ્રીકલ્ચર અને નિકાસ ક્ષેત્રો પર વધારે અસર જોવા મળશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૧૨૭૩ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૪૧ પોઈન્ટના પ્રથમ અને ૧૧૨૧૨ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૩૦૩ પોઈન્ટ થી ૧૧૩૩૦ પોઈન્ટ, ૧૧૩૪૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૪૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ડીવી’ઝ લેબ ( ૨૧૦૩ ) :- રૂ.૨૦૮૩ નો પ્રથમ તેમજ રૂ.૨૦૬૧ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૨૧૨૧ થી રૂ.૨૧૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ACC લિ. ( ૧૩૩૭ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૬૬ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

HDFC બેન્ક ( ૧૧૭૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૫૫ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૯૩ થી રૂ.૧૨૦૯ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.