Abtak Media Google News

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૦૭.૧૦.૨૦૧૯ ના રોજ….

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૭૬૭૩.૩૧ સામે ૩૭૮૫૩.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૭૪૮૦.૫૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૩૮.૯૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૧ પોઈન્ટના ઘટાડા સાથે ૩૭૫૩૧.૯૮ પોઈન્ટ સાથે બંધ રહ્યા હતા…!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૧૫.૧૫ સામે ૧૧૨૨૪.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૧૪૮.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૪.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૧૫૧.૦૦ પોઈન્ટ આસપાસ સાથે બંધ રહ્યા હતા…!!!

MCX ગોલ્ડ ટ્રેડીંગ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ગોલ્ડ રૂ.૩૮૪૧૦ ના મથાળેથી ખુલીને ૩૮૪૭૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૮૦૩૭ ના નીચા મથાળે નોંધાવી ૨૧૦ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૮૧૨૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સિલ્વર રૂ.૪૫૫૪૯ ના મથાળેથી ખુલીને ૪૫૫૪૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૦૮૫ ના નીચા મથાળે નોંધાવી ૧૫૭ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૫૨૨૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

કોર્પોરેટ ઈન્ડિયાના જુલાઈ થી સપ્ટમ્બર ૨૦૧૯ના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝન શરૂ થતાં પૂર્વે આ વખતે કંપનીઓના પરિણામો નબળા નીવડવાની શકયતાએ અને તહેવારોની સીઝન નબળી પૂરવાર થઈ રહી હોઈ ઘરાકીના ખાસ અભાવને લઈ આગામી દિવસોમાં ઉદ્યોજકોની હાલત વધુ કફોડી થવાના એંધાણ વચ્ચે શેરોમાં ફંડોએ ઉછાળે ઓફલોડિંગ કર્યું હતું. કેન્દ્ર સરકારે એકથી વધુ વખત આર્થિક પેકેજો આપ્યા છતાં બજારોમાં તહેવારોની રોનક ફિકી રહેતાં અને હવે કંપનીઓના પરિણામો પૂર્વે સાવચેતીમાં ફંડોએ ઉછાળે શેરોમાં ઓફલોડિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ સાથે ભારતીય ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ માટે યુ.એસ.એફડીએના વિવિધ કંપનીઓની સવલતો માટે વોર્નિંગ અને ઓબર્ઝવેશનના કિસ્સા વધી રહ્યા હોઈ ફાર્મા શેરોમાં ફંડોએ હેમરીંગ કર્યું હતું. રૂપિયા સામે અમેરિકી ડોલર ૧૪ પૈસા વધીને રૂ.૭૧.૦૨ રહ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરો તેમ જ ક્ધઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની પસંદગીની લેવાલીએ આરંભિક મજબૂતી સામે ફાર્મા, કેપિટલ ગુડઝ-પાવર શેરો તેમ જ ઓઈલ-ગેસ સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝમાં યુ.એસ.વીઝા કાયદા કડક કરવામાં આવતાં અને કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસીસ સહિતમાં રિઝલ્ટ પૂર્વે સાવચેતીમાં વેચવાલી અને મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી થતાં સેન્સેક્સનો આરંભિક સુધારો ધોવાઈ અંતે ૧૪૧.૩૩ પોઈન્ટ ઘટીને ૩૭૫૩૧.૯૮ અને નિફટી  ફ્યુચર ૬૪.૧૫ પોઈન્ટ ઘટીને ૧૧૧૫૧ બંધ રહ્યા હતા. ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ બે-તરફી વધઘટમાં આરંભિક તેજી બાદ ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો.

કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૫૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૫૬ અને વધનારની સંખ્યા ૮૬૮ રહી હતી. ૨૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૩૨૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, કોર્પોરેટ પરિણામોની આગામી દિવસોમાં શરૂ થઈ રહેલી સીઝનમાં ૧૦,ઓકટોબર ૨૦૧૯ના ઈન્ડસઈન્ડ બેન્ક અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (ટીસીએસ)ના જાહેર થનારા પરિણામ તેમજ ૧૧,ઓકટોબર ૨૦૧૯ના ઈન્ફોસીસના જાહેર થનારા રિઝલ્ટ પર નજર રહેશે. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ૧૦, ઓકટોબર ૨૦૧૯ થી અમેરિકા અને ચાઈના વચ્ચે ફરી શરૂ થનારી ટ્રેડ વાટાઘાટ પર નજર રહેશે. આ સાથે ભારતના ઓગસ્ટ ૨૦૧૯ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ (આઈઆઈપી)ના ૧૧,ઓકટોબર ૨૦૧૯ના જાહેર થનારા આંક પર નજર રહેશે. જ્યારે યુ.એસ.ફેડરલ ઓપન માર્કેટ કમિટી(એફઓએમસી)ની ૯,ઓકટોબર ૨૦૧૯ના જાહેર થનારી મીનિટ્સ પર અને સપ્ટેમ્બર ૨૦૧૯ મહિના માટેના અમેરિકાના ફુગાવાના ૧૦,ઓકટોબર ૨૦૧૯ના જાહેર થનારા આંક પર નજર રહેશે…!!!

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ….

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૧૫૧ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૧૨ પોઈન્ટના પ્રથમ અને ૧૧૨૩૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૧૦૧ પોઈન્ટ થી ૧૧૦૮૮ પોઈન્ટ, ૧૧૦૬૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૧૦૧ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

સારેગામા ઈન્ડિયા લિ. ( ૩૫૦ ) :- એન્ટરટેઈમેન્ટ ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૩૩ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૩૧૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૬૩ થી રૂ.૩૭૩ સુધી તેજી તરફી ધ્યાન…!!!

DFM ફૂડ્સ લિ. ( ૨૪૫ ) :- ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૨૩૦ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૬૩ થી ૨૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

થેમિસ મેડિકેર લિ. ( ૨૨૦ ) :- રૂ.૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૯૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી  સ્ટોક રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

કેપેસાઈટ ઈન્ફ્રા. ( ૧૯૨ ) :- કન્ટ્રકશન સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૩ થી રૂ.૨૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

JBM ઓટો ( ૧૮૭ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો પાર્ટસ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૯૭ થી રૂ.૨૦૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.