Abtak Media Google News

વડોદ ડેમમાં પાણી છોડાતા વાડી વિસ્તારમાં ખેડુત ફસાયા તા

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના વડોદ ડેમમાં પાણીની આવક વધતા સિંચાઇ વર્તુળો  દ્વારા પાણી છોડવામાં આવતા નીચાણ વાળા ગામ ઉંટી ગામના વાડી વિસ્તારના એક મકાનમાં ચાર બાળકો સહીત નવ લોકો ફસાતા તંત્ર દ્વારા હેલીકોપ્ટર અને એન.ડી.આર. એફ. ને મદદથી બચાવ રાહત કામગીરી હાથ ધરી ફસાયેલા નવ લોકોને બચાવી લીધા હતા અને તંત્રે રાહતનો દમ લીધો હતો. જયારે લીંબડી નજીક ખંભલાવ ગામે નદીમાં બે લોકો ફસાતા તેને બચાવવા બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.