Abtak Media Google News
  • ખંઢેરી સ્થિત સ્ટેડિયમ હવે નિરંજન શાહ સ્ટેડિયમ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું તેમાં નિરંજનભાઇ શાહનો પણ સિંહ ફાળો : જય શાહ
  • ભારતીય ટીમના ચીફ સિલેકટર અજીત અગરકર, સુનિલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ, રોહિત શર્મા સહિતના ખેલાડીઓ રહ્યા હાજર

ખંઢેરી સ્થિત સ્ટેડિયમ હવે નિરંજન શાહ સ્ટેડિયમ તરીકે ઓળખાશે  ત્યારે આ સ્ટેડિયમનું લોકાર્પણ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેકટર અજીત અગરકર, હત્યા ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, સુનિલ ગાવસ્કર ,રોહિત શર્મા જેવા ખેલાડીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહએ જણાવ્યું હતું કે નિરંજનભાઇ શાહના તથા મહેનતના પગલે હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સધ્ધર બન્યું છે અને તેમની દુલન દેશીના કારણે જ સણોસરા ખાતે અધ્યતન ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં રણજી ટ્રોફી જેવા મેચો રમાડવામાં આવશે. ઉપસ્થિત ભૂતપૂર્વ ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા જેમાં સુનિલ ગાવસ કરે કયું કે મહાત્મા ગાંધીને પિતાનું બિરુદ આપવામાં આવ્યું હતું તો ક્રિકેટમાં અને સૌરાષ્ટ્ર ક્રિકેટ માટે નિરંજનભાઇ બાપા તરીકે ઉભરી આવ્યા છે અને તેમની આગેવાની હેઠળ જ ભારતીય ટીમને રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા તથા જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓ મળ્યા છે.

Niranjan Shah Is The &Quot;Father&Quot; Of Saurashtra Cricket: Sunil Gavaskar
Niranjan Shah is the “father” of Saurashtra cricket: Sunil Gavaskar

બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્રની ટીમ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે અને ભારતીય ટીમમાં પ્રવેશ મેળવવા માટે દસ્તક દઈ રહી છે. નિરંજનશા સ્ટેડિયમ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ક્રિકેટ જગત સાથે સંકળાયેલી હસ્તીઓ ઉપરાંત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ચેતેશ્વર પુજારા, સેલડન જેક્શન , રવિન્દ્ર જાડેજા તેના ભારતીય ટીમમાં રમી રહેલા ખેલાડીઓ સૌરાષ્ટ્રના હોવાથી તે સૌરાષ્ટ્ર માટે એક ગૌરવની વાત છે. આ વિશેષ કાર્યક્રમમાં અંડર 23 માં સૌરાષ્ટ્ર ટીમ દ્વારા કરવામાં આવેલું પ્રદર્શન પણ બિરદાવવામાં આવ્યું હતું.

બીજી તરફ વિજય હજારે ટ્રોફીમાં ચેમ્પિયન બનેલી સૌરાષ્ટ્રની ટીમના ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં હારવિક દેસાઈ , સમર્થ વ્યાસ જેવા ખેલાડીઓને  પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય ટીમના દિગજ ખેલાડીઓ સુનિલ ગાવસ્કર અને અનિલ કુંભલે પણ સૌરાષ્ટ્રના ખેલાડીઓની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમને જે સફળતા મળી રહી છે તેની પાછળનો અર્થ મહેનત અને અર્થાત્ પરિશ્રમ સૌથી મોટું કારણ છે. આ પ્રસંગે ચેતેશ્વર પૂજારાની સાથોસાથ જયદેવ ઉનડકટ અને રવિન્દ્ર જાડેજાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ્યારે બનવાનું શરૂ થયું તે સમયે એસોસિએશન પાસે નાણાંની અછત હતી પરંતુ કોઈ પણ એસોસિએશન સામે આવીને નાણાકીય સહાય આપવા માટેનું જણાવ્યું નહોતું ત્યારે એકમાત્ર નિરંજનભાઈ શાહ જ ફોન કરી કહ્યું હતું કે નાણાની અછતના કારણે મોદી સ્ટેડિયમનું કામ અટકવું ન જોઈએ. તેમની ક્રિકેટ પ્રત્યેની મહાનતા દર્શાવે છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને જીવંત રાખવામાં નિરંજનભાઇ શાહનું અનેરૂ યોગદાન : જયદેવ શાહ

Niranjan Shah Is The &Quot;Father&Quot; Of Saurashtra Cricket: Sunil Gavaskar
Niranjan Shah is the “father” of Saurashtra cricket: Sunil Gavaskar

બીસીસીઆઈ ના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને જીવંત રાખવામાં નિરંજનભાઇ શાહનો અનેરો ફાળો રહ્યો છે તેઓ એમઆઇટીમાં પસંદગી પામેલ હોવા છતાં પણ તેઓએ ક્રિકેટને સ્વીકાર્યું આ પ્રકારની જે લાક્ષણિકતા હોય તે જ ક્રિકેટને સન્માન આપી શકે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નિર્માણ થતું હતું તે સમયે આર્થિક તકલીફ ઘણી પડી હતી ત્યારે એકમાત્ર નિરંજનભાઇ શાહ અને સૌરાષ્ટ્ર એસોસિએશન જ હાકલ કરી હતી કે આર્થિક તકલીફની અનુભૂતિ જય શાહ કોઈ દિવસ ન કરી શકે. બીસીસીઆઈ દ્વારા જે નવા નિર્ણયો લેવામાં આવ્યા તેમાં નિરંજનભાઇ શાહનો ફાળો ખૂબ સારો રહ્યો છે તેઓ ત્વરિત નિર્ણય લઈ બીસીસીઆઈના દરેક નિયમોને આવકાર્ય છે જે ખરા અર્થમાં એક સ્પોર્ટ્સમેન સ્પિરીટ કહી શકાય.

સપનામાં પણ વિચાર્યું ન હતું કે ખંઢેરી સ્થિત સ્ટેડિયમ નિરંજન શાહ સ્ટેડિયમ તરીકે ઓળખાશે : નિરંજનભાઇ શાહ

સૌરાષ્ટ્ર ક્રિકેટના પ્રણેતા અને બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજનભાઇ શાહે ભાવુક થઈને જણાવ્યું હતું કે તેઓએ સ્વપ્ન પણ વિચાર્યું ન હતું કે ખંડેરી સ્થિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ તેમના નામે ઓળખાશે.

પાછળ જે સૌથી મોટું કારણ અને સફળતાનો શ્રેય જતો હોય તો તે તેમના સાથી હોદ્દેદારોને જાય છે કે જેઓ તેમની સાથે વર્ષો સુધી જોડાઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને એક અલગ સ્તર ઉપર લઈ ગયા એક સમયે આ એસોસિએશન ખૂબ તકલીફ અને યાતના ભોગવતું હતું પરંતુ આજે જે સફળતા મળી છે તેનો શ્રેય તેમના સાથીદારોને જાય છે.

ટી20 વિશ્વકપમાં ભારતનું સુકાન રોહિત શર્મા જ સંભાળશે : જય શાહ

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જાહેરાત કરી હતી કે જૂન માસમાં રવાના અમેરિકામાં ટી20 વિશ્વ કપ માટે ભારતીય ટીમનું શુકાની પદ રોહિત શર્મા જ સંભાળશે. તેઓએ ઉમેર્યું હતું કે, અન્ડે વિશ્વ કપમાં ભલે ભારતનો પરાજય થયો હોય પરંતુ ટી20 વિશ્વકપ માટે પણ રોહિત શર્મા જ ટીમનું સુકાન સંભાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.