Abtak Media Google News

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને ઓળક ગામે ક્ધયા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

કોઈપણ સમાજ શિક્ષિત હશે તો સમાજ અને રાજયને વિકાસની દિશા મળશે. શિક્ષણનું સ્તર ઉંચું આવે તે માટે રાજય સરકારે શાળામાં લાઈટ, પાણી, શૌચાલય, શાળાના ઓરડા જેવી માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. રાજયનું કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળામાં સો ટકા નામાંકન થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. તેમ ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ ભવાનભાઈ ભરવાડે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ તથા ઓળક ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં જણાવ્યું હતું. તેમણે બાળક અધવચ્ચેથી શાળા છોડી જાય નહીં તે માટે દરેક વાલીઓએ પણ ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.

અધ્યક્ષની ઉપસ્થિતિમાં વિઠ્ઠલગઢ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડીમાં ૪ ક્ધયા, પ્રાથમિક વિભાગમાં ૧૮ કુમાર અને ૨૨ ક્ધયા મળી કુલ ૪૦ વિદ્યાર્થીઓ, માધ્યમિક વિભાગમાં ૫૦ કુમાર અને ૯ ક્ધયા મળી કુલ ૫૯ વિદ્યાર્થીઓ તેમજ ઓળક ખાતે આંગણવાડીમાં ૩ કુમાર અને ૨ ક્ધયા મળી કુલ ૫ વિદ્યાર્થીઓ, પ્રાથમિક વિભાગમાં ૧૫ કુમાર અને ૧૦ ક્ધયા મળી કુલ ૨૫ વિદ્યાર્થીઓ, માધ્યમિક વિભાગમાં ૧૭ કુમાર અને ૨૪ ક્ધયા મળી કુલ ૪૧ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવામાં આવેલ હતો.

જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલે વિગતો આપતા શાળામાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૬૩૬ કુમારો તથા ૩૪૫૧ ક્ધયાઓ મળી કુલ ૭૦૮૭ બાળકોનું ધોરણ-૧માં નામાંકન પ્રથમ દિવસે કરવામાં આવ્યું છે. જયારે ધોરણ ૯માં ૪૬૩૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જયારે આંગણવાડી/બાલવાડીમાં ૩૮૧૭ ભુલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નામાંકન થયેલ ક્ધયાઓ પૈકી ૧૦૧૪ ક્ધયાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા છે. આ પ્રવેશોત્સવને સફળ બનાવવા ૧,૬૭,૩૫૮ રુપિયાની રોકડ તથા ૧૦,૫૬,૭૩૫ની કિંમતની ચીજ વસ્તુઓનું દાન અને સહકાર પ્રાપ્ત થયેલ છે.

સૌથી વધુ નામાંકન સાયલા તાલુકામાં ૧૦૩૭ વિદ્યાર્થીઓનું થયું છે અને ૨૮ કુમાર અને ૧૯ ક્ધયાઓ મળી કુલ ૪૭ વિકલાંગોનું નામાંકન કરવામાં આવ્યું છે. ધારાસભ્યની ઉપસ્થિતિમાં માળોદ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડીમાં ૭ ક્ધયા અને ૬ કુમાર મળી કુલ ૧૩, પ્રાથમિક વિભાગમાં ૯ કુમાર અને ૬ ક્ધયા મળી કુલ ૧૫ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવવામાં આવેલ હતો. ધારાસભ્યના હસ્તે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોનો સેટ રમકડાની કીટ આપવામાં આવેલ હતી. ધોરણ ૩ થી ૮માં પ્રથમ સ્થાને આવેલ વિદ્યાર્થીઓને ધારાસભ્યના હસ્તે પુસ્તક આપી સન્માનિત કરાયા હતા. શાળાના બાળકોએ સ્વાગત ગીત તેમજ યોગ નિદર્શનો રજુ કર્યા હતા.

બટી બચાવો, બેટી પઢાવો તથા શિક્ષણનું મહત્વ અંગે શાળાના વિદ્યાર્થીઓએ વકતવ્યો રજુ કર્યા હતા. આ પ્રસંગે બી.આર.સી. કોર્ડીનેટર નિલેશભાઈ, સરપંચ અશોકભાઈ પરમાર, આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.