Abtak Media Google News

કાર અને હોમલોન બાદ હવે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ ખાસ કરીને મોબાઇલ અને એસી માટે વધારાના ચાર્જ વગર નાણા ધીરવા ફાયનાન્સર્સનો ધસારો

વર્તમાન સમયમાં લોકોને મોટાપાયે આકર્ષવામાં સફળ રહેલી નો કોસ્ટ ઇએમઆઇ એટલે કે વધારાના ચાર્જ વિના નાણા ધીરવાની પઘ્ધતિથી અર્થતંત્રને ઘણો ફાયદો થયો છે. આ નો કોસ્ટ ઇએમઆઇના કારણે નોટબંધી બાદ ઇલેક્ટ્રોનિક્ આઇટમ્સના વેચાણમાં ૧૫ ટકા સુધીનો વધારો નોંધાયો છે.

હોમ ક્રેડિટ, બજાજ ફાયનાન્સ સહિતની નોન બેન્કીંગ કંપનીઓ ઉપરાંત આઇસીઆઇસીઆઇ અને એચડીએફસી બેંક સહિતની નાણા સંસ્થાઓએ આ રીતના રોકાણોમાં રસ દાખવીને વધારે ને વધારે નફો રળવાના પ્રયાસ આદર્યા છે. ઉપરાંત વિવિધ કંપનીઓ સાથે ‘ઝીરો ઇન્ટરેસ્ટ’ ઇએમઆઇ સ્કીમને વિવિધ પ્રોડક્ટસમાં કઇ રીતે આગળ વધારી શકાય તે માટેની ચર્ચા-વિચારણા શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બજાજ ફાયનાન્સ આ બાબતે સૌથી આગળ છે.

નોટબંધી બાદ સર્જાયેલી રોકડની અછતને લીધે બજારમાં આર્થિક વ્યવહારોમાં મોટા પાયે જોવા મળી હતી. રોકડની અછતને નિવારવા તાત્કાલિક ધોરણે કેસલેશ વ્યવહારો અને ઓનલાઇન પેમેન્ટ તરફ લોકોને વાળવા સરકાર દ્વારા અનેક પ્રોત્સાહનો પુરા પાડવામાં આવ્યા હતા.

મોબાઇલ ફોનની વાત કરીએ તો સ્માર્ટફોનના હાલના કુલ વેચાણના ૨૫ ટકાનું વેચાણ ફાઇનાન્સ પર થાય છે. જે નોટબંધીના સમયે માત્ર ૧૦ ટકા જ હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.