Abtak Media Google News
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું: અશ્વિને 9 જયારે કુલદીપે 7 વિકેટ ઝડપી: કુલદીપ યાદવ બન્યો મેન ઓફ ધ મેચ: યશશ્વી જયસ્વાલ બન્યો મેન ઓફ ધ સિરીઝ

Cricket News : ધર્મશાલા ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રને હરાવ્યું હતું. આ સાથે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી હતી. એચપીસીએ સ્ટેડિયમમાં ભારતે એક ઈનીંગ અને 67 રનથી ઈંગ્લેન્ડ સામે જ્વલંત વિજય મેળવ્યો હતો. ભારતીય સ્પિનરોનો ઈંગ્લેન્ડ સામે ધર્મશાળામાં દબદબો જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે ધર્મશાળામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પરંતુ ઈંગ્લીશ ટીમ 218 રન નોંધાવીને સમેટાઈ ગઈ હતી.

ભારતીય ક્રિકેટરોનું પ્રદર્શન

ભારતીય સ્પિનરો રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવે પ્રથમ દાવમાં ધમાલ મચાવી હતી. અશ્વિને પ્રથમ દાવમાં 4 અને કુલદીપે 5 વિકેટ ઝડપી હતી. ઈંગ્લીશ ઓપનર ઝાક ક્રાઉલીએ પ્રથમ દાવમાં અડધી સદી નોંધાવી હતી. ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય ટીમના બેટર્સે ઈંગ્લીશ બોલરોની ધુલાઈ કરી દીધી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 477 રન નોંધાવ્યા હતા. સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર સદી નોંધાવી હતી. જ્યારે ઓપનર યશસ્વી જયસ્વાલે અડધી સદી નોંધાવી હતી. દેવદત્ત પડિકલે પણ 65 રનની ઈનીંગ રમીને ટીમ ઈન્ડિયાની શરુઆત મજબૂત બનાવી હકતી.

સરફરાઝ ખાને 56 રન અને કુલદીપ યાદવે 30 તથા બુમરાહે 20 રન નોંધાવ્યા હતા. આમ ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં જ ઈંગ્લેન્ડ સામે ટોસ હારીને જબરદસ્ત પ્રદર્શન કરીને વિશાળ લીડ મેળવી લીધી હતી. તો બીજા દાવમાં પણ ભારતીય ટીમના સ્પિનરોનો દબદબો જોવા મળતા ફરી ઈંગ્લીશ બેટર્સ પ્રથમ દાવની જેમ જ ઝડપથી વિકેટ ગુમાવતા 195 રનમાં જ દાવ સમેટાઈ ગયો હતો.

બીજો દાવ કેવો રહ્યો

બીજા દાવમાં જો રુટે 84 અને જોની બેયરસ્ટોએ 39 રન નોંધાવ્યા હતા. ઓલી પોપ 19 અને ટોમ હાર્ટલીએ 20 રન નોંધાવ્યા હતા. શરુઆતથી જ ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય સ્પિનરોએ ધમાલ મચાવીને ઈંગ્લેન્ડના બેટર્સને પરેશાન કરી મુક્યા હતા. પ્રથમ દાવમાં કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. આમ પ્રથમ દાવમાં સ્પિનરોનો દબદબો રહ્યો હતો. અશ્વિને બીજા દાવમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. આમ અશ્વિને ધર્મશાળા ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી. જાડેજાએ બીજા દાવમાં એક વિકેટ મેળવી હતી. જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી.

અશ્વિને તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ, હેડલીની કરી બરાબરી

ધર્મશાળા ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિને બેન ફોક્સનો શિકાર કરતા જ વિક્રમ નોંધાવી દીધો હતો. અશ્વિને ફોક્સની વિકેટ હાંસલ કરવા સાથે જ મેચમાં બીજી ઈનીંગમાં પંજો નોંધાવ્યો હતો. આ સાથે જ તેણે મહારેકોર્ડ પોતાને નામ કર્યો હતો. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેને અશ્વિને હવે પંજાના મામલામાં પાછળ છોડી દીધા છે. અશ્વિન હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે પાંચ વિકેટ મેળવનારો ભારતીય બોલર છે.આ પહેલા અશ્વિન અને કુંબલે બંને 35-35 પાંચ વિકેટ હોલ સાથે બરાબરી પર હતા. પરંતુ અશ્વિને એક વાર વધારે પાંચ વિકેટ હોલ ઝડપતા જ તે હવે સૌથી વધારે 36 પાંચ હોલ વિકેટ મેળવનાર ભારતીય બોલર બન્યો છે. અશ્વિને આ સાથે જ હવે રિચર્ડ હેડલીની 36 હોલ વિકેટના રેકોર્ડની બરાબરી પણ કરી લીધી છે. જ્યારે દિગ્ગજ સ્પિનર શેન વોર્નથી માત્ર વધુ એક 5 વિકેટ હોલ દૂર છે. શેન વોર્ન 37 પાંચ વિકેટ હોલ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.