આકાશી રોજી નહીં, પણ અવકાશી ખેતી કરવા વિશ્વભરમાં હોડ લાગી !!

અંતરીક્ષમાં શોધખોળને પ્રોત્સાહન આપવા વિશ્વના ટોચના ધનકુબેરોને રસ: અવકાશમાં સંશોધન માટે એલન મસ્કની કંપની સ્પેસ એકસ અને જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજીન વચ્ચે હોડ

‘નીલાગ્રહ’ તરીકે ઓળખાતા પૃથ્વી ગ્રહ સિવાયના પણ બ્રહ્માંડના અન્ય ગ્રહ પર જીવન શકય બને તે માટે સંશોધન અર્થે વૈજ્ઞાનિકો સદૈવ આતુર હોય છે. હવે, આકાશી રોજી નહી પણ અવકાશી ખેતી કરવા વિશ્ર્વભરમાં હોડ લાગી છે. જયારે કુદરત વર્ષે એટલે કે વરસાદ જરૂરિયાત પ્રમાણે થાય અને ખેડુતોને પોતાની રોજગારી મળે એને ‘આકાશી રોજી’ કહેવાય આ આકાશી રોજીનું સ્થાન હવે, ‘અવકાશી ખેતી’એ લીધું છે. જી.હા, અંતરીક્ષમાં શોધખોળ માટે નવી હરિફાઈ ઉભી થઈ હોય તેમ, વિશ્ર્વના ટોચના ધનકુબેર એલન મસ્ક અને જેફ બેઝોસે પણ આમાં ઝંપલાવ્યું છે. ટેસલાના માલિક એલન માસ્ક કે જેમણે તાજેતરમાં અંતરીક્ષમાં મુસાફરી કરાવનાર પોતાના મિશનને લઈ મહત્વની જાહેરાત કરી હતી. સ્પેસ એકસ નામની તેમની કંપનીગામી થોડા સમયમાં અંતરીક્ષથી પૃથ્વી અને પૃથ્વી પરથી અંતરીક્ષમાં જનારી ફલાઈટ શરૂ કરવાની છે. સ્પેસ એકસ કંપની નાસાના ખગોળશાસ્ત્રીઓને પણ અંતરીક્ષમાં મોકલીચૂકી છે. ત્યારે હવે, સામાન્ય માણસ માટે પણ તે આ સફર શરૂ કરવા જઈરહી છે. એલન મસ્ક ઉપરાંત, વિશ્ર્વની ટોચની ઈ-કોમર્સ કંપની એમેઝોનનાં સ્થાપક ઝેફ બેઝોસે પણ અંતરીક્ષ ક્ષેત્રે રસ દાખવ્યો છે. પણ શું તમે કયારેય વિચાર્યું છે કે, વિશ્ર્વના સૌથી ધનવાન વ્યકિતઓ પૃથ્વી પર બિઝનેશ ઉપરાંત, શા માટે અંતરીક્ષમાં આટલો રસ દાખવી રહ્યા છે ?? જેફ બેઝોસ અને એલન મસ્કની સંપત્તિ અંદાજે 350 બીલીયન ડોલર કરતા પણ વધુ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ, તેમ પૃથ્વી પર આપણે વસવાટ તો કરીએ છીએ પણ વધુ લાંબા ગાળા માટે અહી ટકવું ખૂબ અધરૂ બની જશે. કારણ કે, ગ્લોબલ વોર્મિંગનાં કારણે પૃથ્વીનું તાપમાન દીન પ્રતિદિન વધી રહ્યું છે. તાજેતરમાં જ એન્ટાર્ટિકા ખંડ પર 1200 કિલોમીટરથી વધુ અંદાજે મુંબઈ શહેરનાં વિસ્તારથી બે ગણો થાય તેટલો બરફનો ટુકડો છૂટો પડયો હતો. ઉતરાખંડના ચમોલીમાં બનેલી ઘટનાએ જેમ તબાહી મચાવી એમ વિશ્ર્વના કોઈપણ ખૂણે ઘટના બની શકે છે. કુદરતી આપત્તીઓનાં ભય વચ્ચે પૃથ્વીનો વિકલ્પ શોધવો પણ જરૂરી બન્યો છે. આજ કારણસર અંતરીક્ષ પર સંશોધન મુદે હોડ જામી છે. એલન મસ્કે કહ્યું કે, તેઓ વર્ષ 2026 સુધીમાં માણસને પણ મંગળ પર ઉતારશે જેફ બેઝોસે કહ્યું કે, તેમની કંપની બ્લુઓરીજીન રોકેટના પે લોડ અને રોકેટ લોન્ચીંગના સાધનો કે જેને ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. અંતરીક્ષમાં શોધખોળને વધુ પ્રોત્સાહીત કરવામાં આ બંને ધનકુબેરોનો રસ ખરેખર આગામી સમયમાં ઘણો મહત્વનો સાબિત થશે.

‘આર્કટિક’ પર રશિયાની તીસરી આંખ

આર્કટિક મહાસાગર અને હિમપ્રદેશ સહિતના આસપાસનાં વિસ્તારમાં રશિયાની ‘તીસરી આંખ’ નૈતાન થઈ છે. આર્કટિકના જળવાયું પરિવર્તન અને પર્યાવરણ પર નજર રાખવા રશિયાએ આર્કટિકા-એમ નામનો ખાસ ઉપગ્રહ લોન્ચ કર્યો છે. કઝાખસ્તાન સ્થિત બેકનુર ખાતેથી રશિયાએ પોતાનો પ્રથમ આકર્ટિક મોનીટરીંગ સેટેલાઈટ લોન્ચ કરી મહત્વની સિધ્ધી હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, પાછલા ત્રણ દાયકામાં આર્કટિક સમગ્ર વિશ્ર્વની સરખામણીએ બે ગણી ઝડપથી ગરમ થઈ રહ્યો છે. તાજેતરમાં એન્ટાર્ટિકામાં પણ 1200 કિલોમીટર જેટલો વિશાળ બરફનો ટુકડો અલગ પડયો છે. મુંબઈ શહેર બે ગણુ થાય તેટલો બરફનો ટુકડો (હિમશીલા) ઘસડતા ગ્લોબલ વોર્મિંગ મુદે ચિંતા વધુ ઘેરી બની છે. આર્કટિકમાં પણ આ પ્રકારે ઘટના અવારનવાર બની હોય છે. જેના પર દેખરેખ રાખવા ઉપરાંત, આકર્ટિકમાં પેટાળમાં રહેલા કુદરતી ગેસ સહિતના ખનીજોના ભંડારો ફતેહ કરવા આર્કટિકા-એમ સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. રશિયન સ્પેસ એજન્સીએ જણાવ્યુંં કે, રશિયા 2023માં વધુ એક ઉપગ્રહ છોડશે. આ બંને ઉપગ્રહ આર્કટિક મહાસાગર અને પૃથ્વીની સપાટી પર થનારી હલન-ચલન પર નજર રાખશે.